વલસાડ,19 મે : કોરોનાંની આ મહામરીમાં વલસાડ જિલ્લાના લોકો દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના આદેશ અનુસાર વલસાડ કલેકટર અને જિલ્લા પોલીસ વડા દ્વારા બનાવવામાં આવેલા નિયમો નેવે મૂકી દીધા હોય એવા દ્રસ્ય વલસાડ જિલ્લામાં સરકારી કચેરીઓની બહાર જોવા મળ્યા હતા. વલસાડ જિલ્લમ વલસાડ હેડ પોસ્ટ ઓફિસમાં શહેરની મધ્યમાં આવેલી હેડ પોસ્ટ ઓફિસ બહાર ખાતેદારોની લાંબી લાઈનો જોવા મળે છે.
પોસ્ટ વિભાગ દ્વારા વિધવા સહાયના લાભાર્થી અને સિનિયર સિટિઝનોને ઘરબેઠા તેમના ખાતામાંથી રૂપિયા પહોંચાડવામાં આવી રહ્યા છે.પોસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા વારંવાર ખાતેદારોને સૂચના આપતા હોવા છત્તા લોકો સામાજિક અંતર જાળવતા ન હોવાના દર્શ્યો રોજ જોવા મળે છે.હવે જ્યારે લોકડાઉન 4માં સરકારે થોડી છૂટછાટ આપી છે ત્યારે આવા દ્રશ્ય ઠેર ઠેર જોવા મળશે.


