અબુધાબી : યુ.એ.ઈ.ની રાજકુમારી હિન્દ અલ કાસીમીએ મંદિરમાં પૂજા કરી હતી.જેનો જૂનો વિડિઓ વાઇરલ થતા કટ્ટરપંથી મુસ્લિમો ખફા થયા હતા.તથા તેમને કાફીર ગણાવ્યા હતા.આથી રાજકુમારીએ પણ વળતો જડબાતોડ જવાબ આપી બધાની બોલતી બંધ કરી દીધી હતી.તેમણે જણાવ્યું હતું કે હા ,મેં મંદિરમાં પૂજા કરી છે અને તેનાથી મને અનોખી ઉર્જા પ્રાપ્ત થઇ હતી તેમણે ઉમેર્યું હતું કે મેં સાડી પણ પહેરી હતી.તેમજ ગોલ્ડન ટેમ્પલના પણ દર્શન કર્યા હતા.જે આખું મંદિર સોનાનું બનેલું છે.ઉપરાંત અન્ય મંદિરમાં શિવજી,લક્ષ્મીજી,તેમજ હનુમાનજી,સહિતના દેવી દેવતાઓના દર્શન પણ કર્યા હતા.


