અમદાવાદ : ભારત સરકાર વધુ 14,000 કરોડ એકત્રિત કરવા માટે ભારત બોન્ડ ઇટીએફની બીજી શ્રેણી જુલાઈમાં શરુ કરશે.આ અંગે એડલવીઝ એસેટ મેનેજમેન્ટે શુક્રવારે કહ્યું હતું કે તે જુલાઈમાં ભારત બોન્ડ ઇટીએફનો બીજો તબક્કો રજૂ કરશે,જેમાં બે નવી શ્રેણી સાથે રૂ.14,000 કરોડ એકત્ર કરવામાં આવશે.ડિસેમ્બર 2019 માં ઇટીએફની પ્રારંભિક શ્રેણીની સફળતા પછી આ બીજો તબક્કો છે.
ફંડ હાઉસે એક નિવેદનમાં જણાવ્યું છે કે બજારની માંગને ધ્યાનમાં રાખીને બે નવી ઇટીએફ સીરીઝ એડ્લ્વિસ મ્યુચ્યુઅલ ફંડના લોંચ દ્વારા 11,000 કરોડ રૂપિયાના ગ્રીન શુ વિકલ્પ સાથે 3,000 કરોડ રૂપિયાની પ્રારંભિક રકમ વધારવાનો પ્રસ્તાવ મૂક્યો છે.એપ્રિલ 2025 અને એપ્રિલ 2031માં આ બે નવી શ્રેણી પરિપક્વ થશે.ભારત બોન્ડ ઇટીએફ પ્રોગ્રામ એક સરકારી પહેલ છે અને એડલવીસ એએમસી પ્રોડક્ટની ડિઝાઇન અને સંચાલન કરે છે. એડલવીસ મ્યુચ્યુઅલ ફંડના સીઈઓ રાધિકા ગુપ્તાએ જણાવ્યું હતું કે તે રોકાણકારોને વિવિધ સમયે તેમની રોકાણોની જરૂરિયાતો પૂરી કરવા માટે વધુ વિકલ્પો આપશે.
તેમણે કહ્યું કે હાલના વાતાવરણમાં રોકાણકારોને તેમના રોકાણો માટે સલામત, તરલ અને કર કાર્યક્ષમ વિકલ્પોની જરૂર છે અને ભારત બોન્ડ ઇટીએફ અસરકારક રીતે આ આવશ્યકતાને પૂર્ણ કરે છે.તેમણે કહ્યું કે અમને આનંદ છે કે રોકાણકારોને ભારત બોન્ડ ઇટીએફની પ્રથમ શ્રેણીમાં સારો અનુભવ થયો છે.ફંડ હાઉસે જણાવ્યું હતું કે સમાન બોન્ડ સાથે ભારત બોન્ડ ફંડ્સ (એફઓફ) પણ એવા રોકાણકારો માટે શરૂ કરવામાં આવશે કે જેમની પાસે ડીમેટ ખાતા નથી.રોકાણકારોના વિવિધ જૂથ તરફથી ભારત બોન્ડ ઇટીએફનો પ્રથમ રૂપિયા 12,400 કરોડથી વધી ગયો છે.


