સરોણ હાઇવેથી 1815 કિલો તમાકુનો જથ્થો પકડાયો, કુલ 12.18 લાખનો મુદ્દામાલ કબ્જે

285

વલસાડ, 23 મે : વલસાડ જિલ્લામાં સુરત આઇજીના ઓપરેશન ગ્રુપ પવલસાડ જિલ્લામાં પેટ્રોલિંગ કરતા હતા.જે દરમિયાન સરોણ હાઇવે પર સુરત તરફ જતા એક ટ્રક નં. GJ-18-AZ-5812ને અટકાવી ચેક કરવામાં આવ્યો હતો.પાવડરના થેલાની આડમાં 55 થેલા તમાકુનો જથ્થો બિલ વગર લઈને જઈ રહ્યો હતો.55 થેલામાં કુલ 1,815 કિલો તમાકુનો જથ્થો જેની કિંમત રૂ. 2.17 લાખનો જથ્થો બીલ વગરનો મળી આવ્યો હતો.ઓપરેશન ગ્રુપે હમીદઉલ્લા જલીલ ખાનની ધડપકડ કરી કુલ 12.18 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.રૂરલ પોલીસ મથકે 41 (1) ડી મુજબ અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share Now