સુરત શહેરમાં પોઝીટીવ કેસનો આંક સતત વધી રહ્યો છે.હાલમાં સુરતમાં લોકડાઉન 4.0 માં ઘણી છુટછાટો મળતા જ તેની અસર દેખવા માંડી છે. મંગળવારે બપોર સુધીમાં વધુ ૩1 પોઝિટિવ કેસ નોંધાતા અત્યાર સુધીમાં પોઝિટિવ કેસનો કુલ આંક 1342 પર પહોંચ્યો છે.અત્યાર સુધીમાં સુરતમાં લિંબાયત ઝોન સૌથી હાઈરિસ્ક ઝોન બન્યો હતો પણ હવે દિવસે ને દિવસે કતારગામ ઝોનમાં પણ કેસો વધી રહ્યા છે.જેને કારણે તંત્રની ચિંતામાં વધારો થયો છે.સુરત શહેરમાં આજે બપોર સુધીમાં લિંબાયત ઝોનમાં 12,વરાછામાં 6,કતારગામમાં 4,સેન્ટ્રલ ઝોનમાં 5 અને ઉધના ઝોનમાં વધુ 4 પોઝીટીવ કેસો નોંધાયા છે.
સુરત શહેરમાં મંગળવારે બપોર સુધીમાં નોંધાયેલા પોઝીટીવ કેસોમાં ડાયમંડમાં કામ કરતા કર્મચારી પણ નોઁધાયા છે.જેઓ હાલમાં તો કામ નથી કરતા. કતારગામ ઝોનમાં નોંધાયેલા પોઝીટીવ કેસમાં લવકુશ કૌશલ (ઉ.વ39) કે જેઓને 22 તારીખથી તાવ, વોમીટીંગ થતા હતા.જેથી તેઓ સ્થાનિક હોસ્પિટલમાં દાખલ થયા હતા અને તેઓને ખાંસી પણ આવી રહી હતી.જેથી તેઓના સેમ્પલ રિપોર્ટ કરાવાતા આજે તેઓનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.તેઓ પોતે ડાયમંડ ઉદ્યોગમાં કામગીરી કરે છે.પરંતુ લોકડાઉનમાં કામ બંધ હોય,તેઓ તેમના ભાઈની કીરાણાની દુકાનમાં બેસતા હતા.જેમની દુકાન કોસાડ આવાસ વિસ્તારમાં હતી અને કોસાડ આવાસમાં પહેલેથી જ કેસો છે.જે કલસ્ટર વિસ્તાર જ છે.જેથી ત્યાંથી તેમને સંક્રમણ લાગ્યું હોવાનું જાણવામાં આવ્યું છે.તેમજ કતારગામ ઝોનમાં વિજય સમસેર કે જેઓ ઓટો રિક્ષા ડ્રાઈવર છે.જેઓએ પોતાની વહુને સ્મીમેર હોસ્પિટલ એક-બે વાર લઈને ગયા હતા.તેમજ શ્રમિકોને સ્ટેશન લઈ જવા માટે પણ રીક્ષા ફેરવી હતી. જેથી ત્યાંથી તેઓને ચેપ લાગ્યો હોય શકે.


