નવી દિલ્હી : ભારત સાથે સરહદ પર તનાવ અને અમેરિકા સાથે કોરોના વાઈરસ મહામારીના પગલે ચાલી રહેલા વિવાદ વચ્ચે ચીને મંગળવારે મોટુ પગલુ ભર્યું છે.ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે દેશની આર્મ્ડ ફોર્સને સૈનિકોના સશક્ત તાલીમ આપવાનો આદેશ આપ્યો છે.આ સાથે જ તેમણે કોરોના વાઈરસ મહામારીથી ચીનની રાષ્ટ્રીય સુરક્ષા પર પડી રહેલી સીધી અસરનો સામનો કરવા માટે પણ તૈયાર રહેવા જણાવ્યું છે.
ચીની મીડિયા રિપોર્ટના આધારે હિન્દુસ્તાન ટાઈમ્સમાં પ્રકાશિક અહેવાલ અનુસાર,શી જિનપિંગે જણાવ્યું તે,દેશના સૈનિકોની ટ્રેનિંગ મજબૂત કરવી અને યુદ્ધ માટે તૈયાર રહેવુ,દેશના સાર્વભૌમત્વનું રક્ષણ કરવું મહત્વપૂર્ણ છે.
શી જિનપિંગે જણાવ્યું કે,કોરોનાથી લડવાને લઈને ચીનનું પ્રદર્શન સૈન્ય રિફોર્મ્સની સફળતા દર્શાવે છે.એવામાં સશસ્ત્ર સેનાને મહામારી છતાં તાલીમ માટે નવી પદ્ધતિઓ શોધવાની જરૂરિયાત છે.શી જિનપિંગ ચીનના સશક્ત સેન્ટ્રલ મિલિટ્રી કમિશનની અધ્યક્ષતા કરે છે.તેમણે આ નિવેદન સંસદમાં પીપલ્સ લિબરેશન આર્મી અને પીપલ્સ આર્મ પોલીસ ફોર્સના પ્રતિનિધિ મંડળ સાથેની બેઠકમાં આપ્યું હતું.બીજી તરફ લદ્દાખ સ્થિત લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર ચીન તરફથી સરહદ વિવાદને લઈને ચાલી રહેલા તનાવ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે હાઈલેવલ બેઠક બોલાવી હતી.જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ,ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને ત્રણેય સેનાઓના અધ્યક્ષો સામેલ થયા હતા.
ચીનની ધમકીને લઇને પૂર્વ સેના પ્રમુખે પણ ઉચ્ચારી ધમકી
મહત્વનું છે કે કોરોના વાયરસની મહામારીને કારણે ચીનના અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સાથે પણ તનાવ ચરણ સીમા પર છે.તો બીજી તરફ ચીનની ધમકીને લઇ પૂર્વ સેના પ્રમુખ વી.કે.સિંહે પણ ચીમકી ઉચ્ચારી છે.
અમે દરેક સ્થિતિનો સામના કરવા માટે તૈયાર છીએ
પૂર્વ સેના પ્રમુખે કહ્યું કે ચીન અત્યારે કોરોના પરથી દુનિયાનું ધ્યાન ભટકાવવા માંગે છે.જેથી ભારત સાથે વિવાદમાં ઉતર્યું છે.એટલું જ નહીં ચીન અત્યારે વૈશ્વિક સમુદાયથી અલગ પડી ગયું હોવાથી તેના પેટમાં તેલ રેડાયું હોવાનું પણ જણાવ્યું.સાથે જ કહ્યું કે અમે દરેક સ્થિતિનો સામના કરવા માટે તૈયાર છીએ.


