વલસાડ, 27 મે : નાની દમણના વરકુંડમાં આવેલા મેદાનમાં મંગળવારે દમણ પ્રશાસનના અધિકારીઓએ એક કેમ્પ લગાવીને વેસ્ટબંગાળમાં પોતાના વતન જવા માટે કામદારો માટેની નોંધણી અને મેડિકલ તપાસની વ્યવસ્થા કરવામાં આવી હતી.પશ્ચિમ બંગાળના બલૂરઘાતના સાંસદ સુકાંતા મજુરદારે થોડા દિવસ પહેલા રેલવે મંત્રી પિયુશ ગોયલને એક પત્ર લખીને રજૂઆત કરી હતી કે,સંઘપ્રદેશ દમણમાં તેમના મત વિસ્તારના કેટલાક કામદારો ફસાઈ ગયા છે, જે દયનીય હાલતમાં છે.સાંસદના આ પત્ર બાદ દમણ પ્રશાસને વેસ્ટ બંગાળના કામદારોને વતન લઇ જવા માટે મંગળવારથી કામગીરી શરૂ કરી દીધી છે.નોંધણી અને મેડિકલ ચેકઅપ થયા બાદ તમામ કામદારોને વાપી સ્ટેશનેથી ટ્રેન મારફતે વેસ્ટ બંગાળ મોકલવામાં આવશે.


