By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વાપી VIAએ પ્રમુખે ઉદ્યોગોના હિત માટે લખેલા લેટરનો વિવાદ વકર્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > વાપી VIAએ પ્રમુખે ઉદ્યોગોના હિત માટે લખેલા લેટરનો વિવાદ વકર્યો
GeneralSouth Gujarat

વાપી VIAએ પ્રમુખે ઉદ્યોગોના હિત માટે લખેલા લેટરનો વિવાદ વકર્યો

HM News
Last updated: 29/05/2020 8:18 AM
HM News
5 years ago
Share
SHARE

વલસાડ,28 મે : વાપી વીઆઇએ પ્રમુખ દ્વારા તાજેતરમાં લોકડાઉનને લઇ ઉદ્યોગોને રાહત મળે તે માટે જીપીસીબીના મેમ્બર સેક્રેટરીને પત્ર લખ્યો છે. પરંતુ આ લેટરથી વિરોધનો સુર ઉઠયો છે.બુધવારે વીઆઇએની ઓનલાઇન ઇસી બેઠકમાં ગ્રીન એન્વાયરોના ડિરેકટર મહેશ પંડયાએ વીઆઇએ પ્રમુખની રજૂઆત સામે રોષ કરતાં વિવાદ વધુ વકર્યો છે.

લોકડાઉનમાં કંપનીઓમાં ઈટીપી ઓપેરેટરોની ગેરહાજરી હોવાથી વાપીના ઔદ્યોગિક એકમોને ડિસ્ચાર્જના નિયમોમાં રાહત આપવામાં આવે તેવી વીઆઇએ દ્વારા જીપીસીબીના મેમ્બર સેક્રેટરીને કરાયેલી રજુઆતના કારણે ઉદ્યોગકારોમાં રોષ ફેલાયો છે.એકતરફ પ્રદૂષણના મામલે વાપી એસ્ટેટ અને ઉદ્યોગકારો નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં લડત આપી રહ્યા છે.તેવામાં વીઆઈએ દ્વારા કરાયેલી રજુઆત બાદ જો કોઈ ઉદ્યોગ પર તવાઈ આવશે તો તેની જવાબદારી કોની રહેશે તે સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે.

બુધવારે વીઆઈએની સોશિયલ મીડિયાના મિટિંગ પ્લેટફોર્મ પર મળેલી ઈસી મિટિંગમાં પણ આ મુદ્દો ચર્ચામાં રહ્યો હતો.વાપી ગ્રીન એન્વાયરોના ડિરેકટર મહેશ પંડ્યાએ આ મુદ્દાને લઈ પોતાનો રોષ પ્રગટ કરતાં જણાવ્યુ હતુ કે જીપીસીબીને કરાયેલી રજુઆત બાદ જો કોઈ એકમ પર એનજીટીનો કોરડો વીંઝાશે તો તેની જવાબદારી વીઆઈએ ઉઠાવશે ? વાપીના ઉદ્યોગોએ એનજીટી પેનલ્ટી રૂપે 115 કરોડ ભરવા પડ્યા છે ત્યારે એડવાઇઝરી કમિટીની ભલામણ બાદ કરાયેલી રજુઆત ઉદ્યોગોની મુસીબત વધારશે.બીજી તરફ વીઆઇએના સુત્રોએ જણાવ્યુ હતુ કે સીઇટીપી મામલે કોઇ રજૂઆત કરવામાં આવી નથી.

વલસાડમાં ગેમ રમવા બાબતે બે જૂથ વચ્ચે ધીંગાણું
ભાજપ માં સન્નાટો ! કપરાડા વિધાનસભાની પેટાચૂંટણી પહેલા ભાજપમાં મોટું ભંગાણ, 400થી વધુ કાર્યકરોની કોંગ્રેસમાં એન્ટ્રી
અહો આશ્ચર્યમ ! માનવ શરીરમાં ડુક્કરનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ
જિલ્લા LCB પોલીસે કાપડની આડમાં લઇ જવાતો 2.53 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
ઘલા ગામે વીજ કરંટ લાગવાથી ભેંસનું મોત
Share This Article
Facebook Email Print
Previous Article દમણથી દીવ માટે હેલિકોપ્ટર સેવાને મળી લીલી ઝંડી
Next Article વલસાડ પારનેરામાં જમીનના ઝઘડામાં એકનું માથું ફૂટ્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up