નરોડાનાં ધારાસભ્ય બલરામ થવાણીને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.બે-ત્રણ દિવસથી તાવ આવતો હોવાથી રિપોર્ટ કરાવ્યો અને પોઝિટિવ આવ્યો.ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે.ત્યારે ભાજપ-કોંગ્રેસના કેટલાય નેતાઓ પણ કોરોનાગ્રસ્ત બન્યા છે.આજે ભાજપના એક ધારાસભ્ય કોરોનાની ચપેટમાં આવી ગયા છે.નરોડાનાં ધારાસભ્ય બલરામ થવાણીને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.બે-ત્રણ દિવસથી તાવ આવતો હોવાથી રિપોર્ટ કરાવ્યો અને પોઝિટિવ આવ્યો.થાવાણીનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેશે.આ પહેલા કૉંગ્રેસનાં જમાલપુર ખાડીયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને નિકોલના ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલ કોરોનાં સંક્રમિત થઈ ચુક્યા છે.આ સિવાય ભાજપ અને કોંગ્રેસના કેટલાક કોર્પોરેટરને પણ કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે.