રાજકોટ, તા.2 ; ઓસ્ટ્રેલિયન મીડિયાને ગુગલ અને ફેસબુકેસમાચારોના ઉપયોગ બદલ પૈસા આપવાનો ઈન્કાર કરી દેતાં ચકચાર મચી છે.ઓસ્ટ્રેલિયન સરકારે બંને કંપનીઓને વાર્ષિક 60 કરોડ ડોલર એટલે કે 450 કરોડ ડોલરની ચૂકવણી કરવાનો આદેશ કર્યો હતો.બંને કંપનીઓ પોતાના વેબ પ્લેટફોર્મ પર અલગ અલગમાધ્યમથી સમાચારો એકત્રિત કરી પ્રસારીત કરતી રહે છે.
ઓસ્ટ્રેલિયાના અનેક મિડીયાગ્રૃપેગુગલ અને ફેસબુક પર તેમના સમાચારો ચલાવીને નફો કમાવવાનો આરોપ લગાવ્યો હતો.તેમના જણાવ્યા મુજબ, ઓસ્ટ્રેલિયન સમાચારોથી બંને કંપનીઓને દર વર્ષે 6 બિલિયન ડોલર એટલે કે અંદાજે 45 હજાર કરોડ રૂપિયાની આવક થાય છે જ્યારે તેમને કશું જ મળતું નથી.ગુગલ ઓસ્ટ્રેલિયાના એમડી મેલ સિલ્વાએ આ અંગે વાત કરતાં જણાવ્યું કે,પ્રકાશક ખોટા આંકડા રજૂ કરે છે જ્યારે વાસ્તવમાં ગુગલને જે નફો મળે છે,તે ખૂબ ઓછો છે.વર્ષ 2019માં ગુગલેઓસ્ટ્રેલિયામાં સમાચારો પાસે પ્રસારિત થતી જાહેરાત પર થતાં ક્લિકને કારણે 10 મિલિયન ડોલરની આવક પ્રાપ્ત કરી હતી.તેમની કમાણીનો મોટો હિસ્સો જાહેરાતથી આવે છે, સમાચારોથી નહીં.જોકે ઓસ્ટ્રેલિયન સરકારે બંને કંપનીઓને 4500 કરોડનીચૂકવણી કરવાનું કહેવામાં આવ્યું હતું.બંને કંપનીઓ પર 6 અરબ ડોલરની કમાણીનો આરોપ લગાવવામાં આવ્યો હતો.


