અમદાવાદ : માર્ચમાં લોકડાઉન ભારતમાં સપ્લાય ચેન ગંભીરરૂપે પ્રભાવિત થઇ હતી.જોકે લોજિસ્ટિક્સ કંપનીઓએ લોકડાઉન દરમિયાન આવશ્યક વસ્તુઓની હેરફેર શરુ કરી દીધી હતી.હવે ધીમે ધીમે લોકડાઉન હટાવવામાં આવતા કંપનીઓને આશા છે કે ટૂંક સમયમાં જ સ્થિતિ સામાન્ય થઇ જશે. લોકડાઉન દરમિયાન લોજિસ્ટિક ક્ષેત્રને ભારે નુકશાનનો સામનો કરવો પડ્યો હતો.
લોકડાઉન શરુ થયા પછી લોજિસ્ટિક્સ ક્ષેત્ર આવશ્યક ચીજવસ્તુઓ પુરી પાડતા ઉદ્યોગો માટે સપ્લાય ચેઇનના ઓછામાં ઓછા વિક્ષેપને સુનિશ્ચિત કરવામાં મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યું છે.શિપરોકેટના સીઈઓ અને ફાઉન્ડર સાહિલ ગોયલે જણાવ્યું હતું કે હવે સરકારે બિન-આવશ્યક ચીજવસ્તુઓની ડિલીવરીને લીલીઝંડી આપી છે,તેથી અમે કારોબારની ગતિમાં વધારો કરી રહ્યા છીએ અને અમારી વૃદ્ધિના અનુમાનને ફરી શરુ કરવા ઉપરાંત લોજિસ્ટિક સ્પેસ માટે માર્ગનિર્માણ પણ થઇ રહ્યું છે.
લોજિસ્ટિક સ્ટાર્ટઅપ LetsTransport અને Vahak બંનેએ આજે ફંડિંગની જાહેરાત કરી હતી.લેટ્સ ટ્રાન્સપોર્ટે બ્લેકસોઇલ કેપિટલ પાસેથી રૂ.10 કરોડ મેળવ્યા છે.લેટ્સ ટ્રાન્સપોર્ટના કો ફાઉન્ડર અને સીઈઓ પુષ્કરસિંહે જણાવ્યું છે કે કંપની આ રોગચાળા દરમિયાન અસંગઠિતક્ષેત્ર ને સંગઠિતમાં બદલવા માટે આકરી મહેનત કરી રહી છે.સિંહે જણાવ્યું હતું કે,આ કપરા સમયમાં સાહસો માટે શહેરી લોજિસ્ટિક્સને સુવ્યવસ્થિત કરવામાં મદદ કરવા માટે અમે સતત અમારા નેટવર્કને સુધારી રહ્યા છીએ અને અમારી ક્ષમતાઓમાં સુધારો કરી રહ્યા છીએ જ્યારે ગ્રાહકની ડિલિવરી માટે સીધા સક્ષમ બનવા માટે એન્ટરપ્રાઇઝ વ્યવસાયો વધુને વધુ સંગઠિત લોજિસ્ટિક્સ પ્લેયર્સ સાથે ભાગીદારી કરવા માંગે છે.


