વલસાડ, 05 જૂન : વીઆઇએ પ્રમુખપદ મામલે સુપ્રિમકોર્ટમાં લાંબા સમયથી કેસ ચાલી રહ્યો હતો.લોકડાઉનના કારણે સતત તારીખો પડી રહી હતી. આ કેસમાં હવે ઓગષ્ટમાં સુનાવણી હાથ ધરાશે.જો કે નિર્ણય આવતાં બે વર્ષની પ્રમુખની ટર્મ જેટલો સમય પૂર્ણ થઇ જશે એવુ લાગી રહ્યુ છે. વીઆઇએ પ્રમુખપદની 2019ની ચૂંટણીમાં પ્રમુખપદે મહેશ પંડયાનો પ્રકાશ ભદ્રા સામે 7 મતે વિજય થયો હતો.આ મામલે વીઆઇએ દ્વારા સુપ્રિમકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી.અનેક વખત આ કેસમાં મુદ્ત પડી હતી. લોકડાઉનના વચ્ચે આ કેસના નિર્ણયમાં ઘણો સમય નિકળી ગયો છે. આ કેસની વધુ સુનાવણી ઓગષ્ટમાં થશે એવું વીઆઇએના સેક્રેટરી સતિષ પટેલે જણાવ્યુ હતું.જો કે ઘણાં લાંબા સમયથી ચાલતાં કેસમાં ફાઇનલ નિર્ણય કયારે આવશે તેના પર સૌની મીટ મંડાયેલી છે.


