વલસાડ, 05 જૂન : કોરોના વાયરસને લઇને લોક ડાઉનમાં સંઘપ્રદેશ દમણની તમામ બોર્ડર સીલ કરાઇ હતી.જોકે,1લી જુનથી દમણ પ્રશાસને ધંધાર્થી, નોકરિયાત અને વેપારીઓ માટે ઇ પાસ આપીને પ્રવેશ શરૂ કરાયો હતો.પ્રશાસને છેલ્લા ત્રણ દિવસમાં જ દમણમાં પ્રવેશવા માટેના 10 હજાર ઇ પાસ ઈસ્યુ કરતાં જ બુધવારે સવારે નોકરી ધંધાર્થે જનારા લોકોની લાંબી કતાર ડાભેલ ચેકપોસ્ટ ઉપર જોવા મળી હતી.વાહનો દમણ પ્રવેશ માટે કતાર લાગતા છેક ચલા સુધી વાહનોનો ખડકલો જામી ગયો હતો.ખાસ કરીને ચેક પોસ્ટ ઉપર દમણમાં પ્રવેશનાર દરેકનો પાસ,સેનેટાઈઝ અને થર્મલ સ્ક્રિનિંગ જેવી કાર્યવાહી થતી હોવાના કારણે સવારે 6થી 10 વાગ્યા સુધી વાહનોની લાંબી લાઇન જોવા મળી હતી.

