વલસાડ, 08 જૂન : પાલિકાએ ઝડપથી વેરા વસુલાત કરવા મિલકત ધારકોને વળતર અને દંડનો વિકલ્પ આપ્યો છે.જુનમાં વેરો ભરનારને 5 ટકા વળતર આપતાં 1 થી 5 જુનમાં સારો પ્રતિસાદ મળ્યો છે.માત્ર 5 દિવસમાં રૂ.50 લાખની વેરા વસુલાત પાલિકાના ચોપડે નોંધાઇ છે.30 જુન સુધી પાલિકા વિસ્તારના મિલકત ધારકો રિબેટનો લાભ લઇ શકે છે.જો કે લોકડાઉનના કારણે માર્ચમાં 100 ટકા લક્ષ્યાંક પૂર્ણ કરવામાં પાલિકાને સફળતા મળી ન હતી.10 ટકા વળતર આપતી પાલિકા લેટ વેરો ભરનાર પાસેથી ઊંચો વ્યાજ દર વસૂલે છે. વાપી પાલિકા વિસ્તારમાં સ્લમ વિસ્તાર વધુ હોવાથી વેરા વસુલાતની કામગીરી ઝડપથી પૂર્ણ થઇ શકતી ન હતી.જેના કારણે પાલિકાના શાસકોએ મિલકત ધારકોને વળતર આપવાનો ઠરાવ કર્યો હતો.જે અંતગર્ત 1થી 30 જુન સુધીમાં વેરો ભરનારને 5 ટકા વળતર આપવામાં આવશે. માત્ર 1થી 5 જુનમાં જ તેની અસર જોવા મળી રહી છે. 5 દિવસમાં 50 લાખની વેરા વસુલાત થઇ ચુકી છે.જુનના પ્રથમ દિવસથી 5 ટકા વળતરનો લાભ લેવા મિલકત ધારકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.જુનના અંત સુધીમાં વેરા વસુલાત સૌથી વધારે નોંધાશે. બીજી તરફ રિબેટના કારણે વેરા વસુલાતની કામગીરી પણ સરળ થઇ જશે.ચીફ ઓફિસર દર્પણ ઓઝાના માગદર્શન હેઠળ હાલ વેરા વસુલાત વિભાગની ટીમ 5 ટકા વળતર માટે વેરા વસુલાતની કામગીરી કરી રહી છે.લોકડાઉનના કારણે માર્ચમાં 100 ટકા લક્ષ્યાંક પૂર્ણ કરવામાં પાલિકાને સફળતા મળી ન હતી. એક તરફ વલસાડ સહિતની અન્ય કેટલીક નગરપાલિકાઓ મિલકત વેરામાં 10 ટકા સુધીનું વળતર આપી રહી છે.ત્યારે વાપી પાલિકા માત્ર 5 ટકા વળતર આપતી હોય વાપીના મિલકત ધારકો મૂંઝવણમાં છે. જોકે 10 ટકા વળતર આપતી પાલિકા લેટ વેરો ભરનાર પાસેથી ઊંચો વ્યાજ દર વસૂલે છે.


