બાંધકામ માટેની તમામ તૈયારીઓ પુરી : જેવી રીતે લંકા જીત્યા પહેલાં શ્રીરામે ભોલેનાથની પૂજા કરી હતી એ જ રીતે મંદિરનું નિર્માણ કરતાં પહેલાં પણ રુદ્રાભિષેક કરાશે
રાવણની લંકા જીતતાં પહેલાં જે રીતે શ્રીરામે ભોલેનાથની પૂજા-અર્ચના કરી હતી બિલકુલ એ જ રીતે અયોધ્યાના રામચદ્રં રૂમ પરિસરમાં ભગવાન રામના ભવ્ય મંદિર નિર્માણ કરતાં પહેલાં ભગવાન શિવની આરાધના કરવામાં આવશે.૧૦ જૂને પરિસરમાં જ આવેલા કુબેર ટીલા પર વિરાજમાન શશાંક શેખર ભગવાન શિવનો રુદ્રાભિષેક શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ મહતં નૃત્ય ગોપાલ દાસના ઉત્તરાધિકારી કમલ નયન દાસ કરશે.
રામ જન્મભૂમિ પરિસરમાં મંદિર નિર્માણને લઈને તૈયારી પૂરી કરી દેવાઈ છે પરિસરમાં ચાલી રહેલા સમતલીકરણ બાદ ફાઉન્ડેશન બનાવવાની તૈયારીને લઈને એલ એન્ડ ટી કંપનીના અધિકારીએ પરિસરમાં ડેરાતંબુ તાણ્યા છે.આ આયોજન પરિસરમાં આવેલા પ્રાચીન કુબેર ટીલા પર થશે યાં ભગવાન શિવ વિરાજમાન છે. ૧૦ જૂને મહતં કમલ નયન દાસ અન્ય સંતો સાથે પૂજાની શરૂઆત કરશે જે સવારે આઠ વાગ્યાથી શરૂ થયા બાદ ૨ વાગ્યા સુધી ચાલશે.આ પછી મંદિર નિર્માણનું કામ શરૂ થશે.શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ મહતં નૃત્ય ગોપાલ દાસના ઉત્તરાધિકારી મહતં કમલ નયન દાસના જણાવ્યા અનુસાર ભગવાન રામે લંકા પર વિજય પ્રા કરતાં પહેલાં ભગવાન રામેશ્ર્વરની સ્થાપના કરી અભિષેક કર્યેા હતો એટલા માટે મંદિર નિર્માણ કરતાં પહેલાં ભગવાન શશાંક શેખરનું પૂજન કરવામાં આવશે.તેમણે જણાવ્યું કે મંદિર નિર્માણની તૈયારી કરવામાં આવી રહી છે.


