વલસાડ, 08 જૂન : પારડી દમણીઝાંપા પાસે વાપીથી વલસાડ તરફ જતાં ટ્રેક પર સર્વિસ રોડ બનાવામાં આવ્યો નથી.સાથે હાઇવેને અડીને આવેલી ખનકીના કારણે દિવાલ પણ નેશનલ હાઇવે ઓથોરોટી દ્વારા બનાવામાં આવી નથી.રાત્રી દરમિયાન કોઇ પણ વાહન ચાલક અહી અકસ્માતનો ભોગ બની શકે છે.અનેક રજૂઆતો બાદ હાલ સ્થળ પર કામચલાઉ કામગીરી કરવામાં આવી છે. હાલ સિમેન્ટના કોથળામાં પથ્થરો ભરી આડાશ મુકવામાં આવી છે.પરંતુ વાહન ચાલકોની સુરક્ષા માટે દિવાલ તૈયાર કરાઇ નથી.દિવાલના અભાવે વાહન ચાલકો રાત્રે અકસ્માતનો ભોગ બનવાની ભીતિ હોવા છતાં પણ નેશનલ હાઇવે ઓથોરોટી દ્વારા માત્ર કામચલાઉ કામગીરી કરાઇ છે.અનેક રજૂઆતો છતાં પણ પારડી દમણીઝાપા પાસે કામગીરીમાં માત્ર વેઠ ઉતારવામાં આવી છે.સ્થાનિકોએ લેખિતમાં પણ દિવાલ બનાવવા અંગે રજૂઆત કરી હતી.ચોમાસામાં ચાલુ વરસાદે અહી મોટી ઘટના બનશે તો જવાબદાર કોણ એ સવાલ ઉઠી રહ્યો છે.વરસાદના આગમન પહેલા સ્થળ પર દિવાલ બનાવામાં આવે તેવી માગ સ્થાનિકો કરી રહ્યાં છે.


