વલસાડ, 08 જૂન : રાતા વલ્લભનગરમાં રહેતા અને વેલ્સપોન કંપનીમાં કામ કરતાં યુવાનનનો શનિવારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.જેને લઇ અધિકારીઓ સ્થળ પર પહોંચી સ્થળ નિરીક્ષણ કર્યુ હતું.રાતા વલ્લ્ભનગર કેન્ટેઇનમેન્ટ ઝોન રાત્રે જાહેર કરાતાં આ વિસ્તારને સિલ કરવાની કામગીરી હાથ ધરાઇ હતી. ડીડીઓ,ટીડીઓ સહિતના અધિકારીઓએ સ્થળ પર પહોંચી જરૂરી સૂચનો કર્યા હતાં.સિલ કરેલા વિસ્તારમાં લોકોને હોમ ડિલિવરીની સુવિધા અપાશે.વાપીના છીરી અને રાતાને અડીને આવેલાં વલ્લભ નગર હદ વિસ્તારના સાંઈધામ એપાર્ટમેન્ટમા રહેતા શૈલેષ શિંદે નામના યુવાનનો શનિવારે કોરાનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.જેને લઇ તંત્ર દોડતુ થઇ ગયુ હતું.ડે.ડીડીઓ મકવાણા,વાપી ટીડીઓ,ગામના સરપંચ મિતેશ પટેલ,તલાટી અમિત પટેલ પોલીસ કર્મી,આરોગ્યની ટીમ સ્થળ પર હાજર થઇ કંટાઇન્મેન્ટ ઝોનની કામગીરી કરી હતી.રાતા વલ્લભ નાગરમાં કંટાઇન્મેન્ટમાં જ સેનિટાઇઝરની કામગીરી પંચાયત કચેરી આરોગ્ય ટીમની સાથે કરશે.આમ રાતામાં હવે સિલ કરેલા વિસ્તારમાં લોકોને હોમ ડિલિવરીની સુવિધા અપાશે.


