સુરત : શહેરના અડાજણ વિસ્તારમાં સોસાયટીમાં રહેતા દારૂના નશામાં એક યુવાને પોતાની ગાડી એટલી બધી બેફામ ગતિએ ચલાવી કે સોસાયટીના ગેટ પર ફરજ બજાવતા બે સિક્યુરિટી જવાનોને અડફેટેમાં લઇ લીધા હતા.આ મામલો પોલીસ મથકે પોંહચ્યો હતો અને આખરે સમાધાન કરીને પોલીસે આ ગાડી ચાલકને છોડી મુક્ત કરતા અનેક સવાલ ઉભા થયા છે.
કોરોના વાયરસને કારણે લૉકડાઉન બાદ જે રીતે છૂટછાટ મળી છે. જેનો લોકો જાણે દુરુપયોગ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. કારણકે છૂટછાટ મળતાની સાથે શહેરમાં દારૂનું વેચાણ શરૂ થઇ ગયું છે.ત્યારે લોકો દારૂ પીને જાહેરમાં ફરવા લાગ્યા છે.આવી એક ઘટના સામે આવી છે.સુરતનાં અડાજણ વિસ્તારમાં આવેલા રિવર હાઇટ્સ કોમ્પલેક્સમાં રહેતા અને વ્યવસાયે વકીલ એવા સન્નીભાઈનો પુત્ર પણ આજ બિલ્ડિગ માં રહે છે.દારૂના નશામા છાટકા બનિયા કે રાત્રે દારૂના નશામાં પોતાની ગાડી બેફામ ગતિએ સોસાયટીમાં એન્ટર થયા ત્યારે પહેલા સોસાયટીનો ગેટ અને ત્યારબાદ ગેટ પર ફરજ બજાવી રહેલા સિક્યુરિટીના બે જવાનો પ્રસાદ અને બૈજનાથને ઉડાવી કાર સોસાયટીની દીવાલ સાથે અથડાવી દીધી હતી.
ઘટનાને લઈ હાજર તમામ સોસાયટીવાસીઓ દોડીને બન્ને સિક્યુરિટી ગાર્ડની મદદે પહોંચી ગયા હતા.તાતકાલિક ઇજાગ્રસ્ત સિક્યુરિટી જવાનોને સારવાર માટે હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જોકે ઘટનાની જણકારી મળતા પોલી પણ બનાવવાળી જગ્યા પર પોંહચીને દારૂના નશામાં ચકચૂર વકીલ પુત્રને પણ પોલીસ સ્ટેશન લઇ ગઈ હતી.બીજી બાજુ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા વકીલ પણ પોલીસ મથકે દોડી આવ્યા હતા અને પોતા પુત્ર ને બચવા માટે તમામ ખર્ચ આપવાની અને જો ઇજાગ્રસ્તોને આરામ કરવા માટે રજા પડે તો એટલા મહિનાનો પગાર આપવાની બાંહેધરી આપી સમાધાન પણ કરી લીધું હતું.જોકે,પોલીસે સમાધાન થતા આ વકીલ પુત્રને છોડી મુક્ત કરતા અનેક સવાલો ઉભા થતા હતા.ત્યારે હાલમાં આ ઘટના સીસીટીવી વાયરલ થતા પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા છે


