બારડોલી : સુરત જિલ્લાના પલસાણા ખાતે આવેલ વિવેક લાઇન ઇન્ડસ્ટ્રીઝમાં બોઇલરનો પાઇપ ફાટતા 6 જેટલા કારીગરો દાઝી ગયા હતા.જેમને સારવાર માટે ચલથાણ સંજીવની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.સુરત જીલ્લાના પલસાણા ખાતે આજરોજ વહેલી સવારે નાઇટ પાળી દરમિયાન વિવેક લાઇન ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં અચાનક જ બોઇલર સાથે જોડાયેલા પાઇપ ફાટતા કંપનીમાં કામ કરી રહેલા છ જેટલા કારીગરો દાઝી ગયા હતા. જેમને તાત્કાલીક સારવાર અર્થે ચલથાણ ગામ ખાતે આવેલ સંજીવની હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં જેમાં ત્રણ વ્યકિતઓ નામે ઝકરીયા યાકુબ,ઇકબાલ નુરમોહમદ તથાં પરેશ ભુલાભાઈ નાઓ ગંભીર રીતે દાઝી જતાં તેમને તાત્કાલીક વધું સારવાર અર્થે આઇ.સી.યુ માં ખસેડવામાં આવ્યા હતા જયારે અન્ય ત્રણ કારીગરોને બર્ન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં હતાં જોકે ઘટનાની જાણ પલસાણા પી.એસ.આઈ સી.એમ ગઢવી તેમજ તેમની ટીમને મળતાં તાત્કાલીક ઘટના સ્થળે પહોચી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


