નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ બિહાર બાદ હવે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બ્યૂગલ ફૂંકી દીધું છે.અમિત શાહે જન સંવાદ વર્ચ્યૂઅલ રેલી (Jan Samvad Virtual Rally) દ્વારા પશ્ચિમ બંગાળના કાર્યકર્તાઓ અને લોકોને સંબોધિત કર્યા.આ દરમિયાન તેઓએ બંગાળની 18 સીટોની ચૂંટણીના હિસાબથી સૌથી વધુ મહત્વની ગણાવી.અમિત શાહે મમતા બેનર્જી માટે કહ્યું કે,નાગરિકતા સંશોધન કાયદા (CAA)નો વિરોધ તમને બહુ મોંઘો પડશે,જ્યારે મતપેટ ખુલશે તો જનતા આપને રાજકીય શરણાર્થી બનાવવાની છે.
આ રેલી દરમિયાન અમિત શાહે મોદી સરકાર 2.0ની ઉપલબ્ધિઓ ગણાવતાં રાજ્યની મમતા બેનર્જી સરકાર પર જોરદાર હુમલો કર્યો.પોતાના ભાષણમાં અમિત શાહે મમતા બેનર્જીને CAA,રાજકીય હિંસા અને પ્રવાસી શ્રમિકો જેવા અનેક મુદ્દાઓ પર ઘેર્યા.ભાષણના અંતમાં અમિત શાહ શાયરાના અંદાજમાં પણ જોવા મળ્યા અને તેઓએ જાણીતા કવિ દુષ્યંત કુમારની એક કવિતા સંભળાવીને બંગાળમાં પરિવર્તનનો વિશ્વાસ જણાવશે.અમિત શાહે શાયરાના અંદાજમાં કહ્યું, સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં,બંગાલ મેં સૂરત બદલની ચાહિએ.
વર્ચ્યૂઅલ રેલીને લઈને અમિત શાહે કહ્યું કે,મમતા બેનર્જી તમે બંગાળની જનતા સાથે સંવાદ કરતા રોકી નહીં શકો. તમે રોડ અને રેલી રોકી શકો છો,પરંતુ પરિવર્તન નહીં રોકી શકો.


