કરાચી તા. ૧૧ : પાકિસ્તાનમાં જુગાર રમવાની પ્રવૃત્તિમાં સામેલ થવા બદલ ગધેડાની ધરપકડ કરવામાં આવી હતી.પત્રકાર નૈલા ઇનાયતે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર વિડિયો શેર કરવા ઉપરાંત સમા ટીવી ન્યુઝ ચેનલની લિન્ક પણ આપી છે.
પાકિસ્તાનના પંજાબ પ્રાંતના રહીમ યાર ખાન શહેરમાં જુગાર રમવા બદલ ગધેડા સહિત આઠ જણની ધરપકડ કરીને એક લાખ રૂપિયાની રકમ જપ્ત કરવામાં આવી હતી. પોલીસે ગધેડા સહિતના આરોપીઓ વિરૂદ્ઘ કેસ પણ નોંધ્યો હતો.પોલીસ-સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસર (SHO)એ જણાવ્યું હતું કે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR)માં ગધેડાનું પણ નામ હોવાથી એને છોડી ન શકાય.


