નવી દિલ્હી તા. ૧૬ : સહકારી બેંકોને જે ઉદ્દેશથી બનાવાઇ હતી તે પુરા ન થતા જોઇને આરબીઆઇએ આ વર્ષે અત્યાર સુધીમાં ૪૪ સહકારી બેંકોને નિગરાણીમાં મુકી દીધી છે.છેલ્લા ૬ મહિનાથી આરબીઆઇ સતત આ બેંકોને નિયમોના ઉલ્લંઘન બાબતે લગામ કસી રહી છે.
દેશના દરેક રાજ્યોમાં ફેલાયેલા તેમના નેટવર્કમાં લગભગ ચાડા ચાર લાખ કરોડની રકમ જમા હતી.પણ સતત વિવાદોમાં રહેવાના કારણે સહકારી બેંકોની સાખ ધીમે ધીમે ઘટતી જાય છે.સહકારી બેંકોની સાખ ઘટવાના મુખ્ય કારણોમાં નાણાકીય ગરબડ,લાયસન્સ કેન્સલ થવું અને નાણાકીય અનિયમીતતાઓ સામેલ છે.


