૨ાજયસભા ચૂંટણીમાં ભા૨તીય ટ્રાયબલ પાર્ટીના છોટુભાઈ વસાવા તથા તેમના પુત્ર મહેશ વસાવાએ મતદાન નહી ક૨વાનો નિર્ણય લીધો છે. છોટુભાઈ વસાવાએ આક્ષેપ ર્ક્યો કે આદિવાસી અને ગ૨ીબોના પ્રશ્નો ઉકેલાતા નથી તેથી અમે મતદાન નહી ક૨ીએ આમ હવે ચૂંટણીમાં 170 મતો પ૨ હા૨ જીત નકકી થશે.
ગુજરાતી ચાર બેઠકોની રાજ્યસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઇ ચૂક્યું છે.હવે ૫ વાગે મતગણતરી શરૂ થવા જઈ રહી છે.ભાજપ અને કોંગ્રેસે ઘણાં ધમપછાડા કર્યા પણ બીટીપીને મનાવી શક્યા નહીં.રાજ્યસભાની ચૂંટણીમાં પોતાની માંગણીઓ ન સ્વીકારાતાં મહેશ વસાવા અને છોટુ વસાવા મતદાન અળગા રહ્યા હતા જેના કારણે કોંગ્રેસને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.રાજ્યસભાની ચૂંટણીમાં ભરતસિંહ સોલંકીની હાર નિશ્ચિત બની છે.
અગાઉ આજ ભારતીય ટ્રાઇબલ પાર્ટીના એક મતથી અહેમદ પટેલ વિજય થયા હતા પણ વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસે છોટુ વસાવાની સામે ઉમેદવાર ઉભો રાખતા ડખા થયા હતા અને આજે બીટીપીએ રાજકીય બદલો લીધો હતો. આજે બપોરે પણ કોંગ્રેસના નેતાઓએ છોટુ વસાવા સાથે મુલાકાત કરી મનાવવાના પ્રયાસો કર્યા હતા. ખૂદ પ્રભારી રાજીવ સાતાવ અને હરિપ્રસાદ ખુબજ મથામણ કરી હતી પણ મેળ પડ્યો ન હતો.


