મુંબઈ તા.30 : મહારાષ્ટ્રની તમામ રાજય સરકારની કચેરીઓમાં સતાવાર સંદેશાવ્યવહાર માટે મરાઠીનો ફરજીયાત ઉપયોગ કરવો પડશે અને જે અધિકારીઓ નિયમનું પાલન કરવામાં નિષ્ફળ જશે તેમનું ઈન્ક્રીમેન્ટ એક વર્ષ રોકી રખાશે.
સામાન્ય વહીવટ વિભાગના સકર્યુલરમાં મંત્રાલય, ડિવિઝનલ ઓફીસો અને શહેરી સંસ્થાઓ સહીતની સરકારી સંસ્થાઓને તમામ પત્રો અને કોમ્યુનીકેશન તેમજ વહીવટી હેતુસર રાજયની ભાષાનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે.સકર્યુલર મુજબ કલ્યાણકારી યોજના સંબંધી માહિતી અને વિજ્ઞાપન તેમજ સ્લોગન અંગ્રેજી અથવા હિન્દીમાં હોય છે. અગાઉ કેટલાય આવા સર્કયુલર જારી થયા હોવા છતાં સરકારને અધિકારીઓ મરાઠીના ઉપોગ સંબંધી સૂચનાઓનું પાલન નહીં કરતા હોવાની અનેક ફરિયાદો મળી હતી.પુર્વ અગ્ર સચિવ મહેશ ઝોગડેએ આ નિર્ણયને આવકાર્યો હતો. તેમણે જરાવ્યું હતું કે તમે જો મહારાષ્ટ્રમાં કામ કરતા હો તો તમારે મરાઠીમાં સંદેશા વ્યવહાર કરવો જોઈએ.

