યોગ ગુરુ બાબા રામદેવે પતંજિલની કોરોનિલ દવા અંગે થયેલા વિવાદ પર સ્પષ્ટતા કરી છે.તેમણે કહ્યું કે,ડ્રગ માફિયાઓ અને મલ્ટીનેશનલ કંપનીઓએ દવાનો દુષ્પ્રચાર કર્યો છે. તે તેમના ફાયદા માટે યોગ,સ્વદેશી અને ભારતીયતા વિરુદ્ધનું વાતાવરણ ઊભું કરવા માંગે છે.રામદેવની પતંજલિ આયુર્વેદે 23 જૂને કોરોનાની દવા શોધી હોવાનો દાવો કરીને કોરોનિલ દવા લોન્ચ કરી હતી.
ડ્રગ માફિયાઓ અને મલ્ટીનેશનલ કંપનીઓએ દવાનો દુષ્પ્રચાર કર્યો
જેના પાંચ કલાક પછી જ કેન્દ્રએ કહ્યું કે,પતંજલિના આ દાવાના ફેક્ટ અને વૈજ્ઞાનિક તથ્યોની માહિતી નથી.કેન્દ્રએ વધુમાં કહ્યું કે,આ દવાની માહિતી આપે અને અમારી તપાસ પુરી થાય ત્યાં સુધી તેનું પ્રમોશન અને જાહેરાત ન કરવામાં આવે.
બાબા રામદેવે પોતાની પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં જણાવ્યું કે લોકો કહી રહ્યા છે,પંતજલીએ પલટી મારી કોઈ અનુંસાધાન નહી કર્યું અને કોઈ લોકોએ તો મારી જાતિ, ધર્મ, સંન્યાસને લઈને અલગ અલગ પ્રકારથી ગંદુ વાતાવારણ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો.એવું લાગી રહ્યું છે કે હિંન્દુસ્તાનની અંદર આર્યુવેદનું કાર્ય કરવું એ કોઈ પ્રકારનો ગુન્હો છે.અમે યોગ-આર્યુવેદથી યશ વધાર્યો,તો કેટલાક લોકોને મરચા લાગ્યા છે.તમને વાંધો છે તો બાબા રામદેવને બહોળા પ્રમાણમાં ગાળો આપો, અમે ગાળ પ્રૂફ થઈ ગયા છીએ.

