ન્યુ દિલ્હી : લડાખ સરહદ ઉપર ચાલી રહેલા ભારત અને ચીન વચ્ચેના સંઘર્ષ દરમિયાન હવે પાકિસ્તાને પણ ગિલકિત અને બાલકિસ્તાન વિસ્તારમાં 20 સૈનિકોનું લશ્કર ખડકી દીધું છે.એટલુંજ નહીં જમ્મુ કાશ્મીરના આતંકી સંગઠનો સાથે પણ ભારતની શાંતિ જોખમાવવા માટે મંત્રણા શરૂ કરી દીધી હોવાનું જાણવા મળે છે.
હાલના સંજોગોમાં વરતાઈ રહેલા એંધાણ મુજબ ચીન અને પાકિસ્તાન બંને દેશ બંને બાજુથી ભારતને ઘેરવાની કોશિશ કરી રહ્યા છે.ચીન ભારતના પડોશી રાષ્ટ્રો જેવા કે નેપાળ,બાંગ્લાદેશ,શ્રીલંકાને નાણાકીય સહાય આપી પોતાના પડખામાં લઇ રહ્યું છે.જેથી બધી બાજુથી ભારતને ભીડવી શકાય તેવા પ્રયત્નો કરી રહ્યું હોવાનું જાણવા મળે છે.

