દેશમાં લોકડાઉન સમયે ધારાશાસ્ત્રીઓના વ્યવસાયને ઘણું સહન કરવું પડ્યું છે.હજુ સુધી સ્થાનિક અદાલતો પણ શરુ થઇ નથી અને લાખો-કરોડો કેસ પેન્ડીંગ પડ્યા છે.નવા ક્લાયન્ટ પણ હાલ ઘટી ગયા છે ત્યારે સુપ્રિમ કોર્ટમાં એક અરજીમાં બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયા ધારાશાસ્ત્રીઓને માર્ચ-2021 સુધી અન્ય કોઇ વ્યવસાય કે કામકાજ કરવાની મંજૂરી આપે તે ઉપરાંત તેમને પોતાના વ્યવસાય અંગેની જાહેરાતની પણ મંજુરી આપે તેવી અરજી થઇ છે.
સુપ્રિમ કોર્ટના ધારાશાસ્ત્રી કિરણજીત ચંદ્રપાલ કે જેઓ નિત્ય લો સોસાયટીના જનરલ સેક્રેટરી છેતેના દ્વારા આ અરજી થઇ છે અને જણાવાયું છે કે સ્થાનિક અદાલતોમાં પ્રેકટીસ કરતા ધારાશાસ્ત્રીઓની આર્થિક હાલત ખરાબ થઇ છે અને તેઓ તનાવમાં છે.બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયા કે રાજ્યોની કાઉન્સીલરો દ્વારા બહુ ચિંતા થઇ નથી.

