– રૂપિયા ૭૦૫ કરોડના ગોટાળા અંગે કેસ દાખલ
સુવિખ્યાત જીવીકે ગ્રુપ ના ચેરમેન વીકે રેડ્ડી અને એમના પુત્ર સામે પિયા ૭૦૫ કરોડના ગોટાળા અને છેતરપિંડીના આરોપસર સીબીઆઈ દ્રારા કેસ દાખલ કરવામાં આવતા ભારે ચકચાર ફેલાઇ છે.મુંબઈ એરપોર્ટના નવીનીકરણ અને તેની માવજત ના કાર્યમાં નાણાકીય કૌભાંડ આચરવામાં આવ્યું છે તેવો આ ગ્રુપ પર આરોપ મુકવામાં આવ્યો છે.
રેડી અને મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના ઉપરાંત એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ની સાથો સાથ અન્ય નવ જેટલી કંપનીઓના અનેક અધિકારીઓ ના નામ પણ આ કેસમાં સામેલ કરવામાં આવ્યા છે અને આ બધા નાણાકીય કૌભાંડમાં સંડોવાયેલા હોવાનો આરોપ છે.આ તમામ લોકો સામે ૨૦૧૨ થી ૧૮ વચ્ચેના સમયગાળા દરમિયાન નાણાંકીય કૌભાંડ આચરીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાનો આરોપ સાથે કેસ દાખલ કરવામાં આવ્યો છે અને સીબીઆઈએ અનેક મોટા માથાઓની પૂછપરછ કરી છે.હજુ પણ અનેક વરિ અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે અને બીજા કેટલાક મોટા માથાઓના તપેલા પણ ચડી જશે તેમ માનવામાં આવે છે


