સુરત જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યા 800ની ઉપર પહોંચી ગઈ છે. રવિવારે વધુ 46 કેસ સામે આવતા કુલ દર્દીઓની સંખ્યા 803 થઈ છે. સાથે જ બે મોત સાથે મૃતકોની સંખ્યા 27 પર પહોંચી હતી.
કામરેજ તાલુકાના 37 વર્ષીય યુવકનું સુરતની કિરણ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. જ્યારે ઓલપાડ તાલુકાના દીહેણ ગામે 56 વર્ષીય આધેડે કોરોનાના સ્મીમેર હોસ્પિટલના બિછાને દમ તોડ્યો હતો. જિલ્લાના ચોર્યાશી તાલુકામાં 11, ઓલપાડમાં 4, કામરેજમાં 13, પલસાણામાં 6, બારડોલીમાં 4, મહુવામાં 2 અને માંગરોળમાં 6 નવા કેસ નોંધાયા હતા. રવિવારના રોજ 28 લોકોને રજા આપવામાં આવી હતી
અત્યાર સુધીમાં 410 લોકો સ્વસ્થ થતા તેમને રજા અપાઈ છે. જ્યારે 366 લોકો હજી હોસ્પિટલમાં દાખલ છે.
સુરત જિલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 800 ને પાર, મૃત્યુઆંરૃક 27 પર પહોંચ્યો

Leave a Comment

