નવી િદલ્હી : કોવિડ-19 અને આર્થિક અનિશ્ચિતતાની વચ્ચે ભારતમાં કેટલાંક સ્ટાર્ટઅપ પોતાના કામકાજને ચાલુ રાખવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.ભારતીય વાણિજ્ય અને ઉદ્યોગ મહાસંઘ (ફિક્કી)એ આઈએએન સાથે કરેલા એક સર્વમાં આ માહિતી સામે આવી છે.આ સર્વે ભારતીય સ્ટાર્ટઅપ્સ પર કોવિડ-19ની અસરને લઈને કરવામાં આવ્યો છે.આ સર્વેના તારણ સામે આવ્યા છે, એમાં 70 ટકા સ્ટાર્ટઅપ્સનું કહેવું છે કે તેમના બિઝનેસ પર કોવિડ-19ના સંકટની નેગેટિવ અસર પડી છે.12 ટકા સ્ટાર્ટએપ્સે પોતાનું કામકાજ બંધ કરી દીધું છે.એપ્રિલ-જૂન 2020ના સમયગાળામાં 43 ટકા સ્ટાર્ટએપ્સે 20 થી 40 ટકાની રેન્જમાં પગાર કાપ કર્યો છે.60 ટકા સ્ટાર્ટએપ્સ કેટલાક અવરોધોની સાથે કામ કરી રહ્યા છે.33 ટકા સ્ટાર્ટએપ્સે કહ્યું કે રોકાણકારોએ નવા રોકાણનો નિર્ણય અટકાવી દીધો છે.40 ટકા સ્ટાર્ટએપ્સનું કહેવું છે કે આ સંદર્ભેની ડિલ્સ રદ કરી દીધી છે.આ સર્વેમાં 250 સ્ટાર્ટએપ્સને સામેલ કરવામાં આવી હતી.ફિક્કીના સેક્રેટરી જનરલ દિલીપ ચિનોયનું કહેવું છે કે સર્વે જણાવે છે કે ભારતીય સ્ટાર્ટએપ્સના પરિચાલન માટે એક સક્ષમ ઈકોસિસ્ટમ અને ફંડ્સના પ્રવાહની જરુરત છે.


