વલસાડ,08 જુલાઈ : સેલવાસ દાદરા નગર હવેલીમાં મંગળવારે કોરોના પોઝિટિવ ના નવા 7 કેસ નોંધાતા અહીં કુલ આંકડો 200 પર પહોંચ્યો છે. જેમાંથી 103 કેસ સક્રિય છે અને 94 કેસ રીકવર થઇ ગયા છે. 3 કેસ માઇગ્રેટેડ છે.
મંગળવારે નવા પાંચ કન્ટાઈમેન્ટ ઝોન જાહેર કરાયા. મંગળવારે આવેલા 7 પોઝીટીવ કેસમાં 3 દર્દી હાઈ રિસ્કના કોન્ટેકટમાં આવેલા હતા જ્યારે 4 પોઝિટિવ કેસ ટ્રાવેલ હીસ્ટ્રી ધરાવે છે.આજે 8 દર્દી રિકવર થયા છે જેઓને રજા આપવામાં આવી છે.દાનહમાં જે રીતે કોરોનાના પોઝિટિવ કેસ વધી રહ્યા છે.તેમાં સમયઅંતરે ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા વ્યક્તિઓ પણ સામે આવી રહ્યા છે.જેને લઈ સંક્રમણ વધી રહ્યું હોવાનું મનાઈ રહ્યું છે.પ્રશાસન સંઘપ્રદેશમાં કોરોનાને વકરતો રોકવામાં નિષ્ફળ જણાઈ રહ્યું છે.


