નવી દિલ્હી તા. ૧૮ : કોરોના મહામારીની અસર બેંકીંગ સેકટર ઉપર ખરાબ રીતે પડવાની છે.કોરોના અને લોકડાઉનને કારણે કંપનીઓ અને સામાન્ય લોકોને દેવું ચુકવવામાં મુશ્કેલી પડી શકે છે.જેને કારણે આવતા મહિનાઓમાં બેંકોનું એનપીએ એટલે કે ફસાયેલ લોન બમણી થઇને ૨૦ લાખ કરોડ રૂપિયા થઇ શકે છે.
રિઝર્વ બેંકના ગવર્નર શકિતકાંત દાસે પણ ચેતવણી આપી છે કે કોરોનાથી બેંકોના એનપીએમાં વધારો થશે.બેંકીંગ સેકટર માટે સૌથી ખરાબ સમય આવવાનો છે.
જો ૩૧ ઓગષ્ટ બાદ મોરેટોરિયમને કારણે કુલ લોનનો પાંચમો હિસ્સો પણ એનપીએ થઇ જાય તો બેંકોનું કુલ એનપીએ વધીને ૨૦ લાખ કરોડ થઇ જશે તો રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું છે કે સમસ્યાને જેટલી વ્હેલી ઓળખી લેવાય તેટલું સારૂ થશે.નિષ્ણાંતો શંકા દર્શાવે છે કે આ વર્ષના સમયમાં સૌથી વધુ એનપીએ થશે.


