નવી દિલ્હી તા.ર૦ : ઇડીએ ભાગેડુ મેહુલ ચોકસી વિરૂધ્ધ ચાર્જશીટ દાખલ કરી છે.જેમાં આરોપ મુકવામાં આવ્યો છે કે કેવી રીતે તેને ભારત,દુબઇ અને અમેરિકામાં ગ્રાહકોને લોનધારકોને છેતરપીંડી માટે એક સંગઠીત રેકેટ ચલાવામાં આવ્યું. પ્રયોગશાળામાં વિકસિત હિરા અને સંપતિ વેચવાના આ રેકેટમાં મુખ્ય નાણાંકીય સંસ્થાન પણ સામેલ હતા.ચાર્જશીટનો મુખ્ય હેતુ ચોકસીને એન્ટીગુઆ અને બારમુડાથી ભારતના પ્રત્યાર્પણ અનુરોધને વધુ મજબુત કરવા છે એક અધિકારીએ નામ નહી છાપવાની શરત પર કહયુ કે ચાર્જશીટ કેટલાક સપ્તાહ અગાઉ દાખલ કરવામાં આવી હતી. જો કે તેઓએ તેની તારીખની જાણકારી આપી નથી.
ચોકસી તેના ભત્રીજા નિરવ મોદી સાથે ૧૩,પ૦૦ કરોડના પંજાબ નેશનલ બેંક ભ્રષ્ટાચાર મામલે એક અભિયુકત છે.તેઓ એન્ટીગુઆ અને બારબુડાના નાગરિક બની ગયા છે. નાગરિકતા પ્રાપ્ત કરવા માટે તેને એક નિશ્ચિત માત્રામાં ત્યાં રોકાણ કર્યુ.જો કે તપાસકર્તાઓનું કહેવું છે કે ચોકસીની ધરપકડ બચવા માટે દેશ છોડીને ભાગી ગયા છે.
બીજી બાજુ ચોકસીનો દાવો છે કે તેને બાયપાસ સર્જરી માટે જાન્યુઆરી ર૦૧૮માં ભારત છોડી દીધુ તપાસથી બચવા માટે આવું કર્યુ છે.ઇડીએ એ પહેલા ર૦૧૮માં પીએનબી ભ્રષ્ટાચાર મામલે ચોકસી અને અન્ય ભુમિકાને રેખાંકિત કરવા માટે એક આરોપપત્ર દાખલ કરવામાં આવ્યું હતું.હાલમાં જ પંજાબ નેશનલ બેંકમાં હજારો કરોડના કૌભાંડ કરીને દેશથી ભાગેલા અરબપતિ મુવર્સ નિરવ મોદી અને મેહુલ ચોકસી વિરૂધ્ધ ઇડીએ કાર્યવાહી કરી હતી.


