અમદાવાદ તા.20 : કોવિડ 19 મહામારીના કારણે સરકારે લાદેલા લોકડાઉનમાં સુનાવણી માટે હાજર નહીં થનારી પેઢીઓ અને વેપારીઓ પાસેથી રિકવરી કરવાના જીએસટી વિભાગના હુકમો ગુજરાત હાઈકોર્ટે રદ કર્યા છે.
રેમાનખાન બેલીમ નામની એક વ્યક્તિએ જણાવ્યું હતું કે અમદાવાદમાં લોકડાઉન હોવાથી તે સમન્સ મુજબ 14 મે એ રાજય જીએસટી કચેરીએ જઈ શકયા નહોતા.
બીજા એક અરજદારે હાઈકોર્ટને જણાવ્યું હતું કે સેન્ટ્રલ જીએસટી વિભાગે તેને સુનાવણી માટે 7 મે એ બોલાવ્યો હતો,પણ વિભાગની ઓફીસ જ બંધ હતી,આ બન્ને કેસોમાં વિભાગે નોટીસ આપ્યા છતાં હાજર નહીં થવા બદલ રિકવરીના ઓર્ડર કાઢયા હતા.
હાઈકોર્ટે જીએસટી વિભાગના આદેશો રદ કરી લોકોને સાંભળવા યોગ્ય તક આવ્યા પછી નવેસરથી નિર્ણય લેવા જણાવ્યું છે.હાઈકોર્ટે જણાવ્યું હતું કે બેલિમ સુનાવણીમાં હાજર ન રહ્યા એ જ દિવસે રાજય જીએસટી અધિકારીઓએ પેમેન્ટ ઓર્ડર જારી કર્યા હતા વિભાગોને બેલિમને નવેસરથી નોટીસ આપવા અને સુનાવણીની તક આપવા જણાવાયું હતું.
બીજા એક કેસમાં પણ હાઈટેક પ્રોજેકટ પ્રાઈવેટ લીમીટેડ અને તેના એક ભાગીદાર તેજસ દલાલ સામે 2016થી 27 લાખની એકસાઈઝ ડયુટીની કાર્યવાહી ચાલતી હતી,વિભાગે સુનાવણી હતી,પણ દલાલને 7 મે એ બોલાવાયા હતા.લોકડાઉનના કારણે સરકારી ઓફીસ બંધ હતી,વિભાગે એ પછી 30 દિવસમાં રકમ ચૂકવવા હુકમ કર્યો હતો.આથી આ કંપની હાઈકોર્ટમાં ગઈ હતી.


