પાકિસ્તાનના લાહોર શહેરમાં એક પાળેલી બિલાડીની કહેવાતી રીતે 15 વર્ષના કિશોરે તેના મિત્રો સાથે એક અઠવાડિયા સુધી ગેન્ગ રેપ કરવાને કારણે મૃત્યુ થયું છે. સોશિયલ મીડિયા પર વાયરલ એક ફેસબૂક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે બિલાડી સાથે એ હદ સુધી દુષ્કર્મ કરવામાં આવ્યું કે તેના અંગોપાંગે કામ કરવાનું બંધ કરી દીધું અને તેનું મૃત્યુ થઈ ગયું.
ફેસબૂક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે ડૉક્ટરે બિલાડી સાથે રેપની પુષ્ઠિ કરી પણ તેણે આ મામલે પોતાને દૂર રાખવા માટે લેખિતમાં કંઇ પણ આપ્યું નથી.આ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં બાળકોને સેક્સ એડ્યુકેશનની ખૂબ જ જરૂરિયાત છે પણ મુલ્લા આ બાબતે નફરત કરે છે.આ પ્રકારના પ્રૉગ્રામ અને કાર્યશાળાની આજે ખૂબ જ જરૂરિયાત છે.
પાકિસ્તાનમાં મોટી સંખ્યામાં લોકો દોષી છોકરાઓ વિરુદ્ધ કઠોર કાર્યવાહીની માગ કરી રહ્યા છે.સાથે જ અધિકારીઓને સ્કૂલની અંદર તત્કાલ સેક્સ એડ્યુકેશન પ્રૉગ્રામ ચલાવવાની માગ કરી રહ્યા છે. આ સિવાય પ્રાણીઓ સાથે રેપ વિરુદ્ધ કાયદો બનાનવાની પણ માગ વધી છે.આ ઘટના પછી ટ્વિટર પર લાહોર ટ્રેન્ડ કરી રહ્યું છે.