કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ કોરોના પોઝિટિવ

298

પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે.હાલમાં તે હોમ આઈસોલેશનમાં છે.તેણે ટ્વીટ કરીને પોતે કોરોના પોઝિટિવ છે તે વિશે માહિતી આપી છે.

તમિલનાડુની શિવાગંગા બેઠકના સાંસદ કાર્તિએ ટ્વીટ કર્યું છે કે, ‘મને કોરોના પોઝિટિવ છે. મારા લક્ષણો હળવા છે અને તબીબી સલાહ મુજબ હું ઘરમાં જ આસોલેટ રહી સારવાર લઉં છું.મેડિકલ પ્રોટોકોલને અનુસરવા માટે મારી સાથે સંપર્કમાં આવેલા લોકોને હું વિનંતી કરું છું કે તેઓ પણ ટેસ્ટ કરાવે.

આ પહેલા રવિવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના કોરોના પોઝિટિવ હોવાના સમાચાર આવ્યા છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.જ્યાં તેની સારવાર ચાલી રહી છે.આ ઉપરાંત કર્ણાટકના મુખ્યપ્રધાન બી.એસ.યેદિયુરપ્પા,તેમની પુત્રી યુપી ભાજપ પ્રદેશ પ્રમુખ પણ કોરોના પોઝિટિવ છે.રવિવારે યુપી સરકારમાં પ્રધાન એવા કમલા રાનીનું કોવિડ -19 ને કારણે અવસાન થયું છે.

Share Now