નવી દિલ્હી, તા.4 ઓગસ્ટ : અયોધ્યામાં થનારા ભૂમિ પૂજન પહેલા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ ભગવાન રામને લઈને સોશ્યલ મીડિયા પર સંદેશ આપ્યો છે.પ્રિયંકા ગાંધીએ કહ્યુ છે કે,રામ બધામાં છે અને રામ બધાની સાથે છે.સાથે સાથે પ્રિયંકાએ રામ મંદિર નિર્માણના પ્રારંભને રાષ્ટ્રીય એકતાનો અવસર બનાવવા માટે પણ અપીલ કરી છે.
પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ છે કે,સરળતા,સાહસ,સંયમ,ત્યાગ રામ નામનો સાર છે.રામ બધામાં છે.રામ બધાની સાથે છે.ભગવાન રામ અને સીતા માતાના સંદેશ અને તેમની કૃપાની સાથે રામ લલાના મંદિરના ભૂમિપૂજનનો કાર્યક્રમ રાષ્ટ્રીય એકતા તેમજ સાંસ્કૃતિ સમાગમનો અવસર બને તેવી આશા.
ટ્વિટના અંતે પ્રિયંકા ગાધીએ જય સીયારામ પણ લખ્યુ છે.પ્રિયંકાએ કહ્યુ છે કે,રામાયણની ભારતીય ઉપમહાદ્વીપની સંસ્કૃતિ પર બહુ ઉંડી છાપ છે.રામ શબરી અને સુગ્રીવના પણ છે,કબીર અને તુલસીદાસના પણ છે.ગાંધીજીના ભગવાન રામ તમામને સદબુધ્ધિ આપનારા છે.વારીસ અલી શાહ પણ કહે છે કે,જે રબ છે તે રામ છે.

