નવી દિલ્હી : આઈબીએમ કંપનીએ બુધવારે એક રિપોર્ટ પ્રસિદ્ધ કર્યો હતો જેમાં તેણે કહ્યું છે કે ભારતીય કંપનીઓને ડેટા બ્રીચ અર્થાત ડેટા સંબંધિત નિયમનો ભંગ કરીને તેનો દુરુપયોગ કે અન્ય કારણોથી સરેરાશ ~14 કરોડનું નુકસાન થયું છે. ઓગસ્ટ 2019થી એપ્રિલ 2020 વચ્ચે આ નુકસાન થયું હોવાનું તેણે કહ્યું હતું. રિપોર્ટના તારણો મુજબ મલિન સાઈબર એટેકને કારણે 53 ટકા નુકસાન થયું હતું. સિસ્ટમમાં ખામીને કારણે 26 ટકા નુકસાન થયું હતું.માનવીય ભૂલોને કારણે 21 ટકા નુકસાન થયું હતું.2020ના સ્ટડી અનુસાર કંપનીઓને સરેરાશ ~14 કરોડનું ડેટા બ્રીચને કારણે થયું હતું,જે 2019ના સ્ટડીના આંકડા કરતાં 9.4 ટકાનો ધારો દર્શાવે છે.પ્રત્યેક ગુમ થયેલા કે ચોરી થયેલા ડેટાનો સરેરાશ ખર્ચ ~5522 આવ્યો હતો,જે ગત વર્ષ કરતાં 10 ટકા વધારે છે.
ડેટા બ્રીચ ખબર પડવાનો સરેરાશ સમય 221 દિવસથી વધીને 230 દિવસ થયો હતો.ડેટા બ્રીચ કાબૂમાં લેવાનો સરેરાશ સમય પણ 77 દિવસથી વધીને 83 દિવસનો થયો હતો.આઈબીએમ ઈન્ડિયા-સાઉથ એશિયાના સિક્યુરિટી સોફ્ટવેર લીડર પ્રશાંત ભટકલે કહ્યું હતું કે ભારતમાં સાઈબર ક્રાઈમનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે. હવે તે ખૂબ જ સંગઠિત રીતે થઈ રહ્યું છે.ફિશિંગ એટેક્સ વધી રહ્યા છે,સોશિયલ એન્જિનિયરિંગ એટેક વધી રહ્યા છે.2019માં ડેટા બ્રીચની ઘટનાઓને કારણે કંપનીઓને વધારાનો ~12.8 કરોડનો ખર્ચ થયો હતો.કંપનીઓને હવે સાઈબર સિક્યુરિટી સોલ્યૂશન્સનું મહત્ત્વ સમજાઈ રહ્યું છે તેમ છતાં ડેટા બ્રીચને કારણે કુલ ખર્ચ ગયા વર્ષ કરતાં 9.4 ટકા વધ્યો હતો.


