મોદીએ ટેક્સ સિસ્ટમને પારદર્શક બનાવવા અને કરદાતાને પ્રમાણિક ગણવા માટે નવું પ્લેટફોર્મ લોંચ કર્યું એ વાતને એક દિવસ પણ થયો નથી ત્યાં આવકવેરા વિભાગે મૂકેલા પ્રસ્તાવના કારણે મોદી સરકારના ઈરાદા સામે શંકા પેદા થઈ છે.આવકવેરા વિભાગે કરદાતા દ્વારા થતા ઘણા ખર્ચાનો હિસાબ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
આ કારણે આવકવેરા વિભાગે મુક્યો હતો પ્રસ્તાવ
આ પ્રસ્તાવમાં હોટલનાં બિલ, હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ,કોલેજ ફી,જ્વેલરીની ખરીદી જેવી નાની નાની બાબતોને આવરી લેવાઈ છે.આવકવેરા વિભાગે દેશમાં કરદાતાઓની સંખ્યા વધારવાના પગલાંરૂપે આ પ્રસ્તાવ મૂક્યો છે.
આ પ્રસ્તાવ કરદાતા માટે બહુ મુશ્કેલીઓ ઉભી કરશે
નિષ્ણાતોને મતે, આવકવેરા વિભાગનો આ પ્રસ્તાવ કરદાતા માટે બહુ મુશ્કેલીઓ ઉભી કરશે ને તેમની કનડગત પણ વધારશે.આવકવેરા અધિકારીઓ નાની નાની વાતમાં વાંધા કાઢીને કરદાતાને પરેશાન કરી શકશે.
તેમના મતે,મોદી સરકારના ચાવવાના ને બતાવવાના જુદા જુદા છે તેનો આ પુરાવો છે.એક તરફ કરદાતાને પ્રમાણિક ગણવાની વાતો થાય છે ને બીજી તરફ તેની તકલીફો વધે એવાં પગલાં લેવાય છે એ યોગ્ય નથી.

