By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગુજરાત ભાજપના નેતા અને પૂર્વગૃહમંત્રીની હત્યાનું કાવતરું નિષ્ફળ બનાવતી ATS
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ગુજરાત ભાજપના નેતા અને પૂર્વગૃહમંત્રીની હત્યાનું કાવતરું નિષ્ફળ બનાવતી ATS
AhmedabadGeneral

ગુજરાત ભાજપના નેતા અને પૂર્વગૃહમંત્રીની હત્યાનું કાવતરું નિષ્ફળ બનાવતી ATS

HM News
Last updated: 19/08/2020 10:15 AM
HM News
5 years ago
Share
SHARE

ગુજરાતમાં ફરી એક વખત ત્રાસવાદી અને માફિયા ગેંગ સક્રિય બની હોય તેવા સંકેત છે.મધરાતે અમદાવાદમાં જે ઓપરેશન હાથ ધરાયું તેમાં શાર્પશૂટર ગુજરાત ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ ગોરધન ઝડફીયાની હત્યા માટે આવ્યા હતા.

ઝડફીયા હાલ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની સાથે સૌરાષ્ટ્ર યાત્રામાં છે અને આજે તેઓએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે મને ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ દ્વારા જાણ કરવામાં આવી હતી. જો કે,તેઓએ આ ઘટના અંગે વધુ તેઓ કાઇ જાણતા હોવાનો ઇન્કાર કર્યો હતો પરંતુ ઉમેર્યું હતું કે ભૂતકાળમાં તેઓને ધમકી મળી હતી.પણ તાજેતરમાં કોઇ એવી ધમકી મળી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ગોધરાકાંડ સમયે ગોરધન ઝડફીયા ગૃહ રાજ્યમંત્રી હતા અને અગાઉ પણ તેમની હત્યા માટે એક રેકી થઇ હતી.પાંચ વર્ષ પહેલા પણ ગોરધન ઝડફીયાની નવસારી મુલાકાત સમયે બે વખત રેકી થયાનું ખૂલ્યું છે અને આ રીતે તેઓ રમખાણનો બદલો લેવાના ટાર્ગેટમાં હોવાનું મનાય છે. વેરાવળમાં તેમની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે.

ગુજરાત ભાજપના નેતા અને પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાની હત્યાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે.મહારાષ્ટ્રથી ગોરધન ઝડફિયાને મારવા માટે આવેલો શાર્પશૂટર પકડાયો છે.ગઈકાલે અમદાવાદની રિલીઝ રોડ પર આવેલ વિનસ હોટલમાં શાર્પશૂટર રોકાયો હતો.જેને પકડવા ગયેલા ગુજરાત એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો.ગુજરાત એટીએસની ટીમને બાતમી મળ્યા બાદ કરવામાં આવેલ છાપામારીની ઘટનામાં શાર્પ શૂટરે ટીમ પર ફાયરિંગ કર્યું છે.

જોકે, આ શાર્પશૂટર કોઈ રાજકીય નેતાની હત્યા કરવા માટે ગુજરાત આવ્યો હોય તેવો ખુલાસો થતા ચકચાર પ્રસરી હતી,જેમાં નેતા ગોરધન ઝડફિયાનું નામ સામે આવ્યું છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કેબિનેટમાંથી બહાર નીકળી પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા સાથે વાતચીત કરી હતી.ગોરધન ઝડફિયા સોમનાથના પ્રવાસે સોમનાથમાં હોય સિક્યુરિટી વધારવા માટે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આદેશો આપ્યા છે.ખુદ ઝડફિયાએ પણ આ વાતનો સ્વીકાર કરતા કહ્યું કે મને પ્રદીપસિંહનો ફોન આવ્યો છે,બને શકે કોઈએ રેકી કરી હોય…

અમદાવાદના રિલીફ રોડ વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની હતી.જ્યાં એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો.જે શાર્પશૂટરે ફાયરિંગ કર્યું,તે ગુજરાતના કોઈ રાજકીય નેતાની હત્યા કરવા માટે ગુજરાત આવ્યો હતો. તેને રિલીફ રોડ પર પકડવા જતા તેણે ટીમ પર ફાયરિંગ કર્યું હતું.આ ઘટનામાં એક શખ્સની અટકાયત કરવામાં આવી છે. ત્યારે કહેવાઈ રહ્યું છે કે,રાજકીય નેતાને મારવાની સોપારી મળી હોવાનું કહેવાય છે.જેમાં ભાજપના નેતા ગોરધન ઝડફિયાના નામનો ખુલાસો થયો છે.પરંતુ આ મામલે વિધિવત ખુલાસાઓ એટીએસ દ્વારા કરવામાં આવશે.

વડોદરા ગુરુકુળના સ્વામીનું વિવાદસ્પદ નિવેદન, કહ્યું કે ગગનમાં તારા જેટલાં શત્રુઓ ભેગા થઈ જાય તો પણ સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી
નાદારીના કિસ્સા નોંધાતા WTI 24 ટકા તૂટ્યું
સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં 60 કરતાં વધુ દર્દીઓના મોત
પાકિસ્તાનમાં લાગ્યા જયશ્રી રામ અને હર હર મહાદેવના નારા, હિંદુઓ પર અત્યાચારની સામે કરાચીમાં પ્રદર્શન
MNSના કાર્યકરને મુંબ્રામાં નો-એન્ટ્રી
Share This Article
Facebook Email Print
Previous Article ભાજપ પ્રદેશ પ્રમુખ C.R પાટીલના કાર્યક્રમમાં મોટી દુર્ઘટના, મોઢા પાસે ફૂટ્યો ફટાકડો, સદ્દનસીબે…
Next Article ભાગેડુ બાબા નિત્યાનંદ લોન્ચ કરશે ‘રિઝર્વ બેંક ઓફ કૈલાસા’, આ અગાઉ કર્યો હતો અલગ દેશનો દાવો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up