નવી દિલ્હી : બળાત્કારના ફરાર આરોપી બાબા નિત્યાનંદ હવે તેની સેન્ટ્રલ બેંક ‘રિઝર્વ બેંક ઓફ કૈલાસા’ ની શરૂઆત કરવા જઇ રહ્યો છે.આ પહેલા પણ તેણે કૈલાસા અને તેમના મંત્રીમંડળ નામનો એક અલગ દેશ બનાવવાનો દાવો કર્યો છે.
નવો વિડીયો વાયરલ
નોંધપાત્ર વાત એ છે કે, ભારતીય તપાસ એજન્સીઓ હજી પણ બળાત્કારના આરોપી બાબા નિત્યાનંદની શોધ કરી રહી છે.પરંતુ તે તેના અજાણ્યા સ્થળેથી નવી ઘોષણા કરી રહ્યો છે.તેનો એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે જેમાં બાબા નિત્યાનંદે જાહેરાત કરી છે કે ગણેશ ચતુર્થીના દિવસે આ વર્ષે 22 ઓગસ્ટે તેઓ કૈલાસાની રિઝર્વ બેંક વતી ઔપચારિક ચલણ જારી કરશે. તેણે કહ્યું છે કે,તેણે આ મામલામાં ‘એક દેશ’ સાથે જોડાણ કર્યું છે જ્યાંથી તેની રિઝર્વ બેંકની યજમાની કરવામાં આવશે,એટલે કે,તે ત્યાંથી ચલાવવામાં આવશે.
શું કહ્યું નિત્યાનંદ
મલયાલમ ભાષાના આ વિડિઓમાં નિત્યાનંદ કહે છે કે,તેની મધ્યસ્થ બેંકની તમામ કામગીરી ‘કાયદેસર’ છે અને ‘રિઝર્વ બેંક ઓફ કૈલાસા’ ની આર્થિક નીતિઓ ઘડવામાં આવી છે.તેમણે કહ્યું, ‘ગણપતિની કૃપાથી કૈલાસાની રિઝર્વ બેંકની તમામ વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે’.

