નવી દિલ્હી,તા. 21 : દેશમાં સરકાર દ્વારા આવકવેરા રિફંડની પ્રક્રિયા ઝડપી બનાવી છે અને 1 એપ્રિલથી આજદિન સુધીમાં કુલ 6.64 લાખ કરદાતાઓને રૂા. 88,652 કરોડના રિફંડ આપી દેવામાં આવ્યા છે.સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા એક ટવીટમાં આ માહિતી આપવામાં આવી હતી.
જેમાં જણાવાયું હતું કે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા વ્યક્તિગત કરદાતાઓને રૂા. 28,180 કરોડ અને કોર્પોરેટ કરદાતાઓને રૂા. 66,472 કરોડના રિફંડ આપવામાં આવ્યા છે અને આ રકમ જે તે કરદાતાઓના બેન્ક ખાતામાં જમા થઇ ગયા છે.
આમ રિફંડની પ્રક્રિયામાં કોઇપણ પ્રકારની ઢીલાશ ચાલુ નથી અને જેમ જેમ રિટર્ન ક્લીયર થતા જાય છે અને જેઓ રિફંડને પાત્ર હોય તો તે તૂર્ત જ આપવામાં આવે છે.આમ સરકારે અત્યાર સુધીમાં કુલ રૂ. 88,652 કરોડના રિફંડ સીધા કરવેરામાં ચૂકવી દીધા છે.

