મુંબઈ : સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સીબીઆઈ (CBI) હવે સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસની તપાસ કરી રહી છે.મુંબઈ પોલીસ તરફથી સોંપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.સીબીઆઈની ટીમ બાંદ્રા પોલીસ સ્ટેશન પહોંચી હતી. સીબીઆઈના અધિકારીઓ બાંદ્રાના એસએચઓ અને આઇઓને મળ્યા.મુંબઈ પોલીસ દ્વારા અત્યાર સુધીમાં લેવામાં આવેલા 56 નિવેદનો સીબીઆઈને સોંપવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે,અત્યાર સુધીની તેની તપાસમાં મુંબઇ પોલીસે બૉલીવુડ ઉદ્યોગ અને આ કેસ સાથે જોડાયેલા કુલ 56 લોકોનાં નિવેદનો નોંધ્યા છે.
પોલીસે શું સોંપ્યું
આ સિવાય ફોરેન્સિક રિપોર્ટ, ઘટનાનો પંચનામા રિપોર્ટ, ઓટોપ્સી રિપોર્ટ,સુશાંતના ત્રણેય મોબાઇલ ફોન,તેનું લેપટોપ,કપડા જે સુશાંતે ફાંસો લગાવતા સમયે પહેર્યા હતા.મોબાઇલનું સીડીઆર વિશ્લેષણ,બાંદ્રા પોલીસની કેસ ડાયરી,બ્લેન્કેટ,બેડશીટ જે સુશાંતના ઓરડામાં હતી,ફાંસો લગાવ્યો હતો કપડું,મગ-પ્લેટ જેમાં જ્યુસ પીધું હતું,સીસીટીવીનું ડીવીઆર વગેરે.મુંબઈ પોલીસ આ તમામ સીબીઆઈને સોંપ્યું છે.
શું સીસીટીવી ફૂટેજથી સત્ય બહાર આવશે?
એટલું જ નહીં, સીસીટીવી ડીવીઆર અને બિલ્ડિંગ કેમેરા જેમાં 13 થી 14 જૂન સુધી રેકોર્ડિંગ થયું હતું.આ ઉપરાંત સીબીઆઈ તે સ્થળે ફોરેન્સિક સ્પોટ પણ મુંબઈ પોલીસ પાસેથી લેશે.

