સામાન્ય રીતે આપણે ત્યાં દરેક મહિનામાં કોઇને કોઇ તહેવાર આવતા રહે છે.શ્રાવણ મહિનો સમા થતાની સાથે જ ભાદરવા માસમાં ચતુર્થીથી ગણેશોત્સવશ થાય છે. ત્યારબાદ પિતૃપક્ષ શ થાય છે.જેને શ્રાદ્ધપક્ષ પણ કહેવામાં આવે છે.પિતૃપક્ષ પૂરો થતાંની સાથે જ બીજા દિવસે નવરાત્રીનો પ્રારભં થાય છે.આ પછી,મા દુર્ગાના ૯ સ્વપોની ૯ દિવસ પૂજા કરવામાં આવે છે.
જોકે આ વર્ષે આવું નથી.આ વખતે શ્રાદ્ધપક્ષ અને શારદીય નવરાત્રી વચ્ચે એક મહિનાનો તફાવત રહેશે.આ વર્ષે શ્રાદ્ધના બીજા દિવસથી નવરાત્રી શ થવાને બદલે એક મહિનો અધિક માસ આવશે.આ વખતે શ્રાદ્ધપક્ષ ૧ સપ્ટેમ્બરથી ૧૭ સપ્ટેમ્બર સુધી રહેશે.પૂર્વજોને શ્રાદ્ધ અર્પણ કરવામાં આવશે.લોકો તેમના પૂર્વજો માટે પિંડદાન, તર્પણ, હવન અને અન્ન દાન કરે છે.શ્રાદ્ધપક્ષ અને શારદીય નવરાત્રી વચ્ચે એક મહિનાનો તફાવત રહેશે.જે અધિક માસ કહેવાશે.અધિકમાસ ૧૭ સપ્ટેમ્બરથી ૧૬ ઓકટોબર સુધી રહેશે.
અધિકમાસ પૂરો થયા બાદ ૧૭ ઓકટોબરથી શારદીય નવરાત્રીનો પ્રારભં થશે.જ્યોતિષો કહે છે કે ૧૬૫ વર્ષ પછી આ વિચિત્ર સંયોગ બનવા જઇ રહ્યો છે. યોતિષીઓએ આ સંયોગ પાછળ પાછળનું કારણ જણાવ્યું છે.જ્યોતિષો અનુસાર આ વર્ષ લીપ ઇયર હોવાથી આ સંયોગ રચાઇ રહ્યો છે.
આ વર્ષે અધિકમાસ અને લિપ ઇયર એક જ વર્ષમાં છે. આ કારણે ચાતુર્માસ જે દરેક વર્ષ ચાર મહિના સુધી ચાલે છે આ વખતે તે પાંચ મહિના ચાલશે. ચાતુર્માસની હાજરીને કારણે આ સમયગાળા દરમિયાન શુભ કાર્ય અને માંગલિક કાર્ય નહીં થાય.
આ વખતે શારદીય નવરાત્રી શનિવાર, ૧૭ ઓકટોબરથી શ થશે અને રામ નવમી ૨૪ ઓકટોબરે ઉજવાશે. ૨૫ નવેમ્બરના રોજ દેવઉઠી એકાદશી થશે. આની સાથે જ સાથે ચાતુર્માસ સમા થશે. આ પછી જ લગ્ન, મુંડન વગેરે શુભ કાર્ય થશે.
હિન્દુ પંચાંગમાં બાર મહિના છે.જે સૂર્યની સંક્રાતિ અને ચંદ્રમા પર આધારિત છે.દર વર્ષે સૂર્ય અને ચદ્રં વચ્ચે મહિનામાં લગભગ ૧૧ દિવસનો તફાવત હોય છે. ત્રણ વર્ષમાં આ તફાવત એક મહિનાનો બને છે,તેથી દર ત્રીજા વર્ષે અધિક મહિનો આવે છે.લોકાચારમાં તેને મળમાસ કહેવામાં આવે છે.અધિકમાસમાં શુભ કાર્ય વર્જિત માનવામાં આવે છે.
અધિક મહિનો અગાઉ ખૂબ અશુભ માનવામાં આવતો હતો.પાછળથી શ્રીહરિએ આ મહિનાને તેનું નામ આપ્યું. ત્યારથી,અધિક મહિનાઓ પુષોત્તમ માસ બની ગયો આ માસમાં ભગવાન વિષ્ણુના તમામ ગુણો જોવા મળે છે.તેથી ધાર્મિક કાર્યેા માટે આ સમય પરિણામો આપે છે.
જો કે અધિક માસમાં વિવાહ,ચુડાકરણ જેવા માંગલિક ક્રાય વર્જિત છે.ગૃહ નિર્માણ અને ગૃહ પ્રવેશ પણ નિષેધ છે.મળમાસમાં નિયમિત શ્રી હરિની પૂજા કરવી જોઇએ.આખો મહિનો શ્રીમદ ભગવદ ગીતાનો પાઠ કરો.
આ મહિનામાં પૂર્વજો અને પિતૃઓ માટે કરવામાં આવેલ કાર્ય પણ લાભકારક છે.ગરીબોને મદદ,અન્ન,કપડાં અને પાણી દાન કરો.આ મહિનામાં તમામ ધાર્મિક કાર્ય શુભ ફળ આપે છે.


