By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભાજપના મંત્રીઓની કમલમમાં ડયુટી શરૂ,પાટીલ ઉવાચ : સચિવાલયમાં નહીં, કમલમમાંથી ‘વહિવટ’ થશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ભાજપના મંત્રીઓની કમલમમાં ડયુટી શરૂ,પાટીલ ઉવાચ : સચિવાલયમાં નહીં, કમલમમાંથી ‘વહિવટ’ થશે
GeneralGujarat NowPolitics

ભાજપના મંત્રીઓની કમલમમાં ડયુટી શરૂ,પાટીલ ઉવાચ : સચિવાલયમાં નહીં, કમલમમાંથી ‘વહિવટ’ થશે

HM News
Last updated: 24/08/2020 7:21 AM
HM News
6 years ago
Share
SHARE

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યાબાદ સી.આર.પાટીલે સૌરાષ્ટ્ર્રનો પ્રવાસ કર્યેા તે પૂર્વ મંત્રી મંડળના મંત્રીઓને કમલમ પર બેસીને કાર્યકરોના પ્રશ્નો ઉકેલવા આદેશ કરવામાં આવ્યો હતો જેના ભાગરૂપે આજે મહેસુલમંત્રી કૌશિકભાઈ પટેલ કાર્યકરોની રજૂઆતો સાંભળવાની શરૂઆત કરશે.આવતીકાલે પંચાયત અને વન પર્યાવરણ વિભાગના પ્રશ્નોને લઈ જયદ્રથસિંહ પરમાર કાર્યકરો અને આગેવાનોને સાંભળશે.

અગાઉ ૧૯૯૦માં કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા તે વખતે પ્રદેશ પ્રમુખ કાશીરામ રાણા હતા જેમણે સિનિયર મંત્રીઓને ખાનપુર કાર્યાલયમાં કાર્યકરોને સાંભળવા મંત્રીઓને બેસાડયા હતા.રાજકીય ઉથલપાથલના આ દોરમાં આ પ્રયોગ નિષ્ફળ રહ્યો હતો જે ઈતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે.આજે બપોરે ૧ વાગ્યે મહેસુલમંત્રી કૌશિકભાઈ પટેલ કાર્યાકરોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા મેદાનમાં આવ્યા હતા.

સૌરાષ્ટ્ર્રના પ્રથમ સંગઠન પ્રવાસ દરમિયાન કાર્યકરો સમક્ષ આ વિચારની જાહેરાત કરવામાં આવી હતી.આ કાર્યકરો સરળતાથી પોતાના વિસ્તારના પ્રશ્નો વિવિધ સમસ્યાઓ રજૂ કરી શકશે જેમાં નિયમિત રીતે કેબિનેટ અને રાયકક્ષાના મંત્રીઓ આવી પ્રજાના પ્રશ્નો ઉકેલવાની દિશામાં કામકાજ હાથ ધરશે.આના પરિણામે હવે પ્રદેશના પ્રમુખની સૂચના પછી બિલ્ડરો,જમીન દલીલો,કોન્ટ્રાકટરોના કામોની ફાઈલો કિલયર થશે.પરિણામે સચિવાલયના બદલે વહીવટનું કેન્દ્રબિન્દુ કમલમ બનશે.

આવતા દિવસોમાં મંત્રીઓની હાલત એવી થવાની છે કે મંત્રીપદ પર રહીને કાર્યકરોને સાંભળ્યા પછી કેટલાક અઘરા નિર્ણયો લેવા પડશે.મંત્રીઓ કાર્યકરોને મળતા નથી,મંત્રીઓ કામ નથી કરતાં તેવા સંદેશાનું ખંડન કરતા મંત્રીઓને કમલમ બેસાડવામાં આવ્યા છે પરંતુ આંતરિક વર્તુળોમાંથી મળતી વિગતો મુજબ પાટીલના આ નિર્ણયથી મંત્રીઓમાં નારાજગી જોવા મળી રહી છે.મંત્રીઓ માટે એકબાજુ પાટીલ અને બીજીબાજુ વિજયભાઈ રૂપાણી આ બન્ને વચ્ચે કોઈને નારાજ કરવા પાલવે તેવું નથી.આમ મંત્રીઓની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ છે.

વન મેન શો કરવા નીકળેલા સી.આર. પાટીલ સામે આવતા દિવસોમાં મોટી નારાજગી બહાર આવે તો નવાઈ પામવા જેવું નહીં હોય.

રાજ્યમાં કાર્યકરો અને વહીવટીતત્રં વચ્ચે મોટી ખાય છે.આ ખાઈ પુરવા માટે હવે સી.આર.પાટીલે નવો ફતવો બહાર પાડયો છે.સપ્તાહમાં ત્રણ દિવસ ત્રણ-ત્રણ સભાઓ કરીને જનસમૂહ વચ્ચે જવાના આદેશથી ખળભળાટ મચી જવા પામ્યો છે.શુક્ર-શનિ અને રવિ એમ ત્રણ દિવસ મુખ્યમંત્રી સહિત ૨૧ મંત્રી,આઠ ચેરમેન, ૩૦ પદાધિકારીઓનો દરેક જિલ્લાના વડામથક પર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો બૂંગીયો વગાડવો પડશે.

રાજ્યમાં આવી રહેલી સ્થાનિક સ્વરાયની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મંત્રીઓ અને આગેવાનોને કોરોનાની મહામારી વચ્ચે જનસમૂહ વચ્ચે જઈને દોડ લગાવવાના આદેશ આપ્યા છે.આટલેથી વાત અટકતી નથી.આ તમામ લોકોએ સરકાર દ્રારા કરવામાં આવેલી કામગીરીઓ યોજનાઓ જે તે જિલ્લામાં મહાનગરો-નગરપાલિકામાં કરેલા કામો જાહેર કરીને પ્રજાલક્ષી નિર્ણયો જણાવવાના ફરજિયાત છે.

પ્રદેશ પ્રમુખપદ સંભાળ્યા બાદ સી.આર. પાટીલે મોદી સ્ટાઇલ અપનાવી છે જેના ભાગરૂપે મંત્રીઓને હવે કમલમમાં બેસવાનુ ફરમાન કરાયુ છે.આવતીકાલ સોમવારથી મંત્રીઓએ કમલમમાં બેસી કાર્યકરોના પ્રશ્ન સાંભળશે અને ઉકેલશે.પાટીલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચાર હાથ છે એટલે પાટીલ ભાઉએ આવતા વેંત જ સંગઠન પર જ નહીં, સરકાર પર પણ આડકતરો રાજકીય કબજો મેળવી લીધો છે તેવુ ચર્ચાઇ રહ્યુ છે.સોમવારથી સચિવાલયમાં નહીં,બલ્કે કમલમમાંથી સરકારનો વહિવટ ચાલશે.પ્રધાનોએ પણ હવે પાટીલના આદેશ મુજબ જ કરવુ પડશે.

ગુજરાતમાં ભાજપ સરકાર અને સંગઠન વચ્ચે મોટી ખાઇ છે તે જગજાહેર છે કેમ કે,કાર્યકરો જ નહીં,ખુદ ભાજપના ધારાસભ્યો જ ફરિયાદ કરી રહ્યાં છે કે,મંત્રી સાંભળતા નથી અને અધિકારીઓ ગાંઠતા નથી.પરંતુ હકિકત એ છે કે ધારાસભ્યોના મોટા કામો અધિકારીઓ અને મંત્રીઓ કરવા સક્ષમ નથી.હકિકતમાં ધારાસભ્યો કોઇજ કામ કે ફરિયાદ લેખીતમાં આપવા તૈયાર જ નથી.જુના પ્રમુખને મોટા કામોમાં રસ ન હતો.

નવા પ્રમુખને ધારાસભ્યોની નારાજગીના બહાને વહિવટ પર સંપૂર્ણ અધિકાર જોઇએ છે. આ સંજોગોમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આવતાવેંત જ કાર્યકરોના બહાને મંત્રીઓ પર કબજો મેળવી લીધો છે અને તેમણે ફરમાન જારી કર્યુ છે કે,સોમ અને મંગળવારે મંત્રીઓ ફરજિયાત કમલમમાં બેસી કાર્યકરોના પ્રશ્ન સાંભળવાના રહેશે.

આવા આદેશને પગલે તેમણે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે,પ્રદેશ પ્રમુખ જ સુપરસીએમ છે.હવે ગાંધીનગરનો વહિવટ સચિવાલયમાંથી જ નહી,બલ્કે કમલમમાંથી થશે. પ્રધાનોએ હવે કમલમમાં આંટાફેરા મારવા પડશે.પ્રધાનોની મનમાની નહી ચાલે પણ કોનુ કામ કરવું ને,કોનુ નહીં તે પાટીલ જ નક્કી કરશે.

પ્રદેશ પ્રમુખની સૂચના પછી જ જમીન દલાલો, બિલ્ડરલોબી,કોન્ટ્રાકટરો ઉપરાંત ભાજપને ચૂંટણી ફંડ આપનારાંની ફાઇલો કલિયર થશે.આમ,પ્રધાનોને પાટીલના આદેશનું પાલન કરવુ પડશે.કોનુ કામ કરવુ અને કોનુ કામ ઠેબે ચડાવવુ તે પાટીલ નક્કી કરશે.નારાજ કાર્યકરોના રાજી કરવાના બહાનારૂપે પાટીલે મંત્રીઓને કમલમમાં બોલાવી કામ લેવા ન્યૂ સ્ટાઇલ અપનાવી છે. જોકે,એવી ચર્ચા છે કે,પાટીલના આ આદેશથી મંત્રીઓ અંદરખાને નારાજ છે.ટૂંકમાં,સોમવારથી કમલમમાં મિની સચિવાલયમાં પરિવર્તિત થઇ જશે.પ્રધાનોની આવન જાવનને પગલે કમલમમાં હવે ધમધમતુ થઇ જશે.

મંત્રીઓની કફોડી દશા,કોનું કહ્યુુ કરવું, રૂપાણીનું કે પછી પાટીલનું ?

ભાજપના મંત્રીઓની કફોડી દશા થઇ છે. મંત્રીઓ માટે તો ઇધર કુંઆ,ઉધર ખાઇ જેવો ઘાટ સર્જાયો છે.પ્રદેશ પ્રમુખ પાટીલે કમલમમાં આવી કાર્યકરોને મળવાનો આદેશ કર્યો છે.આ તરફ,મંત્રીઓ માટે મુશ્કેલી એ ઉભી થઇ છેકે, કોનુ કીધુ કરવું. પાટીલનુ કે પછી રૂપાણીનું.સિનિયર મંત્રીઓ તો પાટીલના આ ફતવા રાજી નથી કેમકે, રૂપાણી સરકારના મંત્રીઓ કામ કરતા નથી,કાર્યકરોને મળતા નથી તેવો એક માહોલ ઉભો કરાયો છે.પાટીલ ભાજપમાં વન મેન શો બનવા તત્પર બન્યાં છે પણ ભાજપમાં અત્યારથી ડખાં શરૂ થયા છે.

આજે મહેસૂલ મંત્રી કૌશિક પટેલ કમલમ્માં, કાલે મંત્રી જયદ્રથસિંહ પરમાર કાર્યકરોને મળશે

પાટીલના હુકમને પગલે સોમવારે મહેસૂલ મંત્રી કૌશિક પટેલ સવારે 11થી સાંજના પ વાગ્યા સુધી કમલમમાં કાર્યકરોને મળી પ્રશ્નો સાંભળશે.દબાણથી માંડીને જમીનના વિવિધ પ્રશ્નોને લઇને કાર્યકરો રજૂઆત કરશે. આ ઉપરાંત મંગળવારે પંચાયત મંત્રી જયદ્રથસિંહ પરમાર કમલમ પર કાર્યકરોના પ્રશ્નોની વિગતો જાણીને ઉકેલ કરવા પ્રયાસ કરશે.

અત્યારે સોમવાર અને મંગળવારે બે મંત્રીઓના કાર્યક્રમ નક્કી કરાયા છે.કમલમમાંથી દર સપ્તાહે બે મંત્રીઓને બોલાવવામાં આવશે.કયા વિભાગના પ્રશ્નો વધુ છે તે આધારે મંત્રીઓને કમલમમાં હાજર રહેવા સૂચના આપવામાં આવશે.ભાજપના કાર્યકરોને હવે સચિવાલયમાં જવાની જરૂર નથી બલ્કે કમલમમાં જ પ્રશ્ન ઉકેલાઇ જશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article Rafale ઉડાવી શકે તેવા પાયલટની દેશમાં અછત, 10 વર્ષમાં 798 પાયલટોએ છોડ્યું એરફોર્સ
Next Article કચ્છમાં હનીટ્રેપ ‘ડોલ્ફિન નોઝ’ ઓપરેશનમાં નેવીના 7 કર્મચારીની સંડોવણી!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up