કોંગ્રેસનું મહાભારતમાં પિક્ચર અભી બાકી લાગી રહ્યું છે. સોમવારના રોજ સોનિયા ગાંધીને ફરીથી પાર્ટીના વચગાળાના અધ્યક્ષા
તરીકે પસંદ કર્યા બાદ તેમણે ચિઠ્ઠી લખનાર વિરોધી નેતાઓ આગળની રણનીતિ પર બેઠક કરી હતી. આ બેઠક બાદ આજે કપિલ સિબ્બલે એક ટ્વીટ કરી છે તેના પરથી અટકળોનો દોર શરૂ થઈ ગયો છે.આપને જણાવી દઇએ કે ગુલામ નબી આઝાદ સહિત કોંગ્રેસના 23 નેતાઓએ સંગઠન બદલવા માટે સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. આ પત્ર બાદથી પાર્ટીમાં હલચલ મચી ગઈ છે. બીજી તરફ સસ્પેન્ડ નેતા સંજય ઝાએ ચુટકી લેતા પાર્ટીમાં ચાલી રહેલા ઝઘડાને અંતની શરૂઆત ગણાવી દીધી છે.
સિબ્બલનું ટ્વીટ, પદ નહીં, દેશની વાત
સિબ્બલના ટ્વીટ પર આજે ઘણી અટકળો શરૂ થઈ ગઈ છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું,આ કોઈ પદની વાત નથી. આ મારા દેશની વાત છે જે સૌથી મહત્વની છે. આપને જણાવી દઇએ કે કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં સોનિયા ગાંધીને ફરીથી પાર્ટીના વચગાળાના પ્રમુખ તરીકે
પસંદ કરવામાં આવ્યા છે.
સિબ્બલ બળવો કરશે?
સિબ્બલના ટ્વિટ પર બળવો કરે તેવી ગંધ આવે છે.રાહુલ ગાંધીની નારાજગીના સમાચાર બાદ તેમણે ગઈકાલે પણ ટ્વીટ કરી હતી.જો કે બાદમાં તેમણે આ ટ્વીટ હટાવતા કહ્યું કે રાહુલે તેમને કહ્યું કે તેમણે એવું કંઈ જ કહ્યું નથી.
સંજય ઝા બોલ્યા- અંતની શરૂઆત
કોંગ્રેસના સસ્પેન્ડ નેતા સંજય ઝા એ પણ આજે ચુટકી લેતા ટ્વીટ કરી કે, “આ અંતની શરૂઆત છે”. સંજય ઝાની આ ટ્વીટને કોંગ્રેસમાં થયેલા હોબાળા સાથે પણ જોડવામાં આવી રહી છે.આપને જણાવી દઈએ કે સોનિયા એ સંજય ઝાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.સંજયે ઝાએ થોડાંક દિવસો પહેલા કહ્યું હતું કે કોંગ્રેસના 100થી વધુ નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે.જો કે તે સમયે કોંગ્રેસે આ વાતને ધડમૂળથી એકદમ નકારી દીધી હતી.
રાહુલ ગાંધી એ કરી આકરી ટિપ્પણી
આપને જણાવી દઈએ કે સોમવારે કોંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબ્લ્યુસી)ની બેઠકમાં રાહુલ ગાંધીએ સોનિયા ગાંધીને પત્ર લખનારા નેતાઓ સામે કડક ટિપ્પણી કરી હતી અને ભાજપના ષડયંત્ર સુદ્ધાં તેમને કહ્યું હતું. સમય અંગે સવાલ ઉઠાવતા તેમણે પૂછ્યું, ‘સોનિયા ગાંધી હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે પાર્ટીના નેતૃત્વને પત્ર કેમ મોકલવામાં આવ્યો?’ તેમણે કહ્યું કે ‘પાર્ટીના નેતૃત્વ વિશે સોનિયા ગાંધીને એક પત્ર એવા સમયે લખવામાં આવ્યો હતો જ્યારે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર સંકટનો સામનો કરી રહી હતી.પત્રમાં શું લખ્યું હતું તેની ચર્ચા કરવા માટેનું યોગ્ય સ્થાન સીડબ્લ્યુસીની બેઠક છે, મીડિયાની નહીં. ‘ તેમણે આક્ષેપ કર્યો હતો કે આ પત્ર ભાજપ સાથે મળીને લખવામાં આવ્યો હતો.
સિબ્બલે ખૂબ જ ગુસ્સામાં કરી હતી ટ્વિટ
કપિલ સિબ્બલે રાહુલના આક્ષેપને વાંચીને તીવ્ર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કોંગ્રેસને તેના ટ્વિટર બાયો પરથી દૂર કરી દીધી.એક ટ્વીટમાં સિબ્બલે કહ્યું કે, ‘રાજસ્થાન હાઈકોર્ટમાં કોંગ્રેસ પાર્ટીનો સફળતાપૂર્વક બચાવ કર્યો.મણિપુરમાં ભાજપ સરકારને પછાડવામાં પાર્ટીને બચાવ્યા. છેલ્લા 30 વર્ષોમાં કોઈ પણ મુદ્દે ભાજપના પક્ષમાં નિવેદન આપવામાં આવ્યું ન હતું.પરંતુ હજી પણ આપણે ‘ભાજપ સાથે સહયોગ’ કરી રહ્યા છીએ.જોકે બાદમાં સિબ્બલે આ ટ્વીટ ડિલીટ કર્યું હતું.તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ પોતે તેમને કહ્યું છે કે તેમણે ક્યારેય એવું કહ્યું નથી.


