નવી દિલ્હી તા.25 : સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે,બિલ્ડરોએ ફલેટની ડિલીવરી આપવામાં મોડું થાય તો એપાર્ટમેન્ટ બાયર્સ એગ્રીમેન્ટ (એબીએ)માં ઉલ્લેખ કરાયા પ્રમાણે મામુલી ચોરસફૂટ પેનલ્ટી ઉપરાંત વિલંબના ગાળા માટે ફલેટના ખર્ચનું વાર્ષિક વ્યાજ ગ્રાહકોને ચૂકવવું જોઈએ.
ડીવાય ચંદ્રચૂડ અને કે.એમ.જોસેફની બેંચે બેંગાલુરુમાં 1980 ફલેય લાંબી રહેલી ડીએલએફ સઘર્ન હોમ્સ પ્રાઈવેટ લીમીટેડ (હવે બંગુર ઓએમઆર પ્રાઈવેટ લીમીટેડ) અને એન્નાવેટ બિલ્ડર્સ એન્ડ ડેવલપર્સ લિમીટેડને બેથી ચાર વર્ષના વિલંબ બાદ ગ્રાહકોને કબ્જે આપવામાં આવેલા ફલેટના ખર્ચનું વાર્ષિક 6 ટકા લેખે વ્યાજ ચુકવવા હુકમ કર્યો હતો. બેંચે જણાવ્યું હતું કે ડિલીવરીમાં વિલંબ થાય તો દર મહીને ચોરસ ફૂટ દીઠ મહીને પાંચ રૂપિયાની પેનલ્ટી ઉપરાંત બિલ્ડરે વ્યાજ ચૂકવવું પડશે. અદાલતે જણાવ્યું હતું કે ગ્રાહકો પોતપોતાના ફલેટ માટે જે રકમ ચૂકવી હોય તેમને એબીએ (સમજુતી) પુરી થયાના 36 મહીનાની કબજાની તારીખ સુધીના વ્યાજની ગણતરી કરાશે. એબીએ સિવાયની વધારાની જવાબદારીમાંથી મુક્ત કરતા નેશનલ કનઝયુમર ડિસ્ટયુટ રિડ્રેસલ કમીશન (એનસીડીઆરસી)ના નિર્ણયને ઉલ્ટાવતા બેંચે જણાવ્યું હતું કે બિલ્ડરો જયારે ગ્રાહકોને સપનુ વેચી રહ્યા હોઈ ત્યારે તેમને સપનું સાકાર કરવા માટે જવાબદાર ઠેરવવા જોઈએ.
વિંગ કમાંડર અરીકુર રહેમાન ખાન અને આલેવા સુલતાને 369 મકાન ગ્રાહકો વતી સુપ્રીમ કોર્ટમાં કેસ લડયો હતો.તેમના ધારાશાસ્ત્રીઓ પ્રશાંત ભૂષણ અને અન્યોને દલીલ કરી હતી કે ડેવલપર તરફી એકપક્ષી એપાર્ટમેન્ટ બાયર્સ એગ્રીમેન્ટની ગ્રાહકો બિલ્ડરો સામે લાચાર બની ગયા હતા.
ચૂકાદો લખતાં જસ્ટીસ ચંદ્રચૂડે જણાવ્યું હતું કે,ડેવલપર ડિફોલ્ટ (કબજો આપવામાં નિષ્ફળ) થવાના કારણે ફલેટ ખરીદનારને સંતાપ અને પરેશાની થયા હતા. ફલેટ ખરીદનારા ખરીદ્યા પછી તેના ઉપયોગ અને કબજાના આધારે પોતાનું ભાવિ જીવન ઘડતા હોય છે.કોન્ટ્રેકચ્યુલ જવાબદારી પુરી કરવામાં ડેવલપર વર્ષો સુધી નિષ્ફળ થાય ત્યારે ખરીદનારાઓની વાજબી અપેક્ષાઓ ખોટી ઠરે છે.
વિલંબના ગાળા અથવા સ્વરૂપ ગમે તે હોઈ,ફલેટ ખરીદનારા સમજુતીની શરતોથી બંધાયેલા છે એવી ડેવલપરની દલીલ સ્વીકારવામાં આવે તો એ ન્યાયની કસુવવાવડ ગણાશે.

