ગુજરાતમાં લાંબો સમય મોદી યુગ બાદ પ્રથમ વખત પ્રદેશ પ્રમુખ બનેલા હાલના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ હોદો સંભાળ્યા બાદ તેમનો પ્રેસીડેન્ટ પાવર બનાવ્યો જ હતો.પક્ષના ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ ભૂતકાળમાં પણ રાજયની સરકારમાં તે સમયના મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને બાદમાં તેમના સાથે આવેલા સુરેશ મહેતાએ પણ ભાજપ સંગઠનમાં તેમના સમયમાં આ રીતે ‘દરબાર’ આયોજીત કર્યા જ હતા.
શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે કેશુભાઈની સરકારના સમયમાં પક્ષના કાર્યકર્તાઓ સચિવાલય ઉપરાંત પક્ષના કાર્યાલયે પણ મંત્રીઓને મળતા હતા મે લોક દરબારનો અમલ કર્યો હતો અને હું મારી આખી કેબીનેટને રાજકોટ-સુરત-કચ્છ લઈ ગયો હતો. લોકોને ગાંધીનગર આવવું ન પડે તે માટે આમ કર્યુ હતું.જયારે પુર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ ભાજપ હવે ‘ડિફેન્સીવ’ બચાવની સ્થિતિમાં છે તેવો અર્થ કાઢતા જણાવ્યું કે પક્ષ તેનું મેદાન ગુમાવી રહ્યા છે અને તેથી મંત્રીઓને કાર્યાલયમાં લાવવા પડે છે. જો કે હવે જોવાનું એ રહે છે કે મંત્રીમંડળમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તેનો શું પ્રતિભાવ આપે છે.
પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું કે મે ખુદ મુખ્યમંત્રીને આ વિનંતી કરીને મંત્રીને કાર્યાલય મોકલવા જણાવ્યુ હતું અને તેઓએ તે સ્વીકાર્યુ હતું તથા કેબીનેટે આ મંજુરી આપી હતી.
જો કે પક્ષના એક અન્ય નેતાએ કહ્યું કે મોદી-દિલ્હી ગયા બાદ નવા પાવર સેન્ટરની પ્રક્રિયા શરુ થઈ જ ગઈ હતી.વિજય રૂપાણી પ્રદેશ પ્રમુખ બન્યા અને તેઓ સંગઠનના મજબૂત અનુભવ સાથે આવ્યા હતા.હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમીત શાહની સાથે કામ કર્યુ હતું અને તેઓ આર.સી.ફળદુના સ્થાને મુખ્યમંત્રી બન્યા બાદ તે સમયે પાટીદાર આંદોલનના તાળને ઓછો કરવા રાજય સરકારે જે 10% આર્થિક અનામતની જાહેરાત કરી તો તે સરકારી જાહેરાત હોવા છતાં પણ તત્કાલીન પ્રદેશ પ્રમુખ વિજયભાઈ રૂપાણીએ કરી હતી અને તે સમયના મુખ્યમંત્રી મતી આનંદીબેન પટેલ પ્રદેશ કાર્યાલયમાં તેમની બાજુમાં બેઠા હતા.
આમ તે સમયે પ્રદેશ પ્રમુખનો ‘પાવર’ જોવા મળ્યો જ હતો.. જો કે બાદમાં જીતુ વાઘાણી પ્રદેશ પ્રમુખ બન્યા તે ફકત એક પાટીદાર ફેકટરને બેલેન્સ કરવા માટે જ હતું અને તેમણે ત્રણ વર્ષ આ ગાદી ‘ભરત’ની જેમ સંભાળી હતી અને હવે તેના પર પાટીલનું શાસન આવ્યું છે.


