By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દિલ્હીમાં ગુજરાતના ઓફિસરોનો દબદબો, PM મોદીએ 6 વર્ષમાં આટલાને બોલાવ્યા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > દિલ્હીમાં ગુજરાતના ઓફિસરોનો દબદબો, PM મોદીએ 6 વર્ષમાં આટલાને બોલાવ્યા
GeneralNational

દિલ્હીમાં ગુજરાતના ઓફિસરોનો દબદબો, PM મોદીએ 6 વર્ષમાં આટલાને બોલાવ્યા

HM News
Last updated: 26/08/2020 6:43 AM
HM News
5 years ago
Share
SHARE

ગુજરાતનું મુખ્યમંત્રીપદ છોડીને કેન્દ્રમાં વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદીનું બીજું ગુજરાત દિલ્હીમાં જોવા મળી રહ્યું છે.દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતના સૌથી વધુ આઇએએસ,આઇપીએસ અને આઇએફએસ ઓફિસરોની નિયુક્તિ તેમણે કરી છે. મોદી તેમના શાસનના છ વર્ષમાં ગુજરાત કેડરના 36થી વધુ ઓફિસરોને ડેપ્યુટેશન પર દિલ્હી લઇ ગયા છે જે પૈકી કેટલાક પાછા આવ્યા છે અને કેટલાક નવા ઓફિસરો ડેપ્યુટેશનમાં જોડાયેલા છે.

2014માં વડાપ્રધાન બન્યાં પછી મોદીએ ગુજરાતના 36થી વધુ ઓફિસરોને દિલ્હી બોલાવ્યા હતા, જ્યારે 2019 પછી ફેરબદલીમાં પણ 35થી વધુ ગુજરાત કેડરના ઓફિસરો દિલ્હીમાં ફરજયુક્ત છે.રાજકીય ઇતિહાસ જોઇએ તો કેન્દ્ર સરકારમાં અત્યાર સુધી ઉત્તરપ્રદેશ અને બિહારનો દબદબો હતો કે સૌથી વધુ ઓફિસરો જે તે કેડરના નિયુક્ત થયેલા હતા.આજે સ્થિતિ બદલાઇ છે.ગુજરાતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતી ગૃહમંત્રી અમિત શાહના સમયમાં ગુજરાતીઓને સ્થાન મળે તે સ્વાભાવિક છે.

ગુજરાતના જે 22થી વધુ આઇએએસ ઓફિસરો ડેપ્યુટેશન પર દિલ્હી સ્થિત કેન્દ્ર સરકારમાં ફરજ બજાવે છે તેમાં રાજીવ ટોપનો હતા પરંતુ તેમને વર્લ્ડબેન્કમાં મોકલવામાં આવ્યા છે.ગુજરાત કેડરના બીજા અધિકારી એક અપર્ણા પણ વર્લ્ડબેન્કમાં છે,જેઓ હવે પાછા આવી રહ્યાં છે.પીએમઓમાં તાજેતરમાં જે નિયુક્તિ થઇ છે તેમાં હાર્દિક શાહનો સમાવેશ થાય છે.ગુજરાત કેડરના આઇએફએસ ઓફિસર ભરતલાલ અત્યારે રાષ્ટ્રપતિભવનમાં છે.

ગુજરાતના ચીફ સેક્રેટરીના દાવેદાર ગુરૂપ્રસાદ મહાપાત્ર કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ પર છે.એવી જ રીતે પીડી વાઘેલા, અનિતા કરવલ, આરતી કંવર, આરપી ગુપ્તા, અજય ભાદુ, ગૌરીકુમાર, રીટા તેવટીયા, એચકે દાસ, અતનુ ચક્રવર્તી, વિક્રાંત પાંડે, કે શ્રીનિવાસ, અતનુ ચક્રવર્તી, અજયકુમાર, જીસી મુર્મુ, એકે શર્મા, પીકે મિશ્રા, એકે સિંઘ પણ દિલ્હીમાં અલગ અલગ જગ્યાએ ફરજ બજાવે છે. આઇએએસની જેમ આઇપીએસ ઓફિસરોનો પણ દિલ્હીમાં દબદબો છે.

મોદીની સાથે દિલ્હી ગયેલા કેટલાક આઇએએસ અને આઇપીએસ ઓફિસરો ગુજરાત પાછા પણ આવી ગયા છે.કેટલાક ડેપ્યુટેશન પિરીયડમાં નિવૃત્ત થયેલા છે.એ ઉપરાંત કેટલાક ઓફિસરો ડેપ્યુટેશન પર ગયા છે.આઇએએસની જેમ આઇપીએસ ઓફિસરો પણ ડેપ્યુટેશન પર દિલ્હી જતા હોય છે.હાલની સ્થિતિએ ગુજરાત કેડરના 11થી વધુ આઇપીએસ ઓફિસરો દિલ્હી ડેપ્યુટેશન પર છે જેમાં પ્રવિણ સિંહા સહિતના સિનિયર ઓફિસરોનો પણ સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે પ્રત્યેક રાજ્યમાં ભારતીય સેવાના અધિકારીઓમાં ડેપ્યુટેશન પર લઇ જવાનો રૂલ્સ હોય છે જે આઇએએસની સાથે આઇપીએસને પણ લાગુ પડે છે. ગુજરાતમાં આઇએએસની કુલ સ્ટ્રેન્થ 313 ઓફિસરોની છે જે પૈકી 40 ટકાથી ઓછા તેમજ આઇપીએસ કેડરમાં 208ની સ્ટ્રેન્થ છે જે પૈકી 40 ટકાથી ઓછા ઓફિસરોને ડેપ્યુટેશન માટે પરમિશન આપવામાં આવતી હોય છે.

સુરત : મહિલાઓનું મોંઘવારી પર ગવાયેલું ભજન સોશિયલ મીડિયામાં વાઈરલ
તમારૂ બાળક આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વેચાઇ તો નથી ગયું ને? આયા રાખતા પહેલા રહેજો સાવધાન
Corona In Delhi: દિલ્હીમાં ફરી પ્રતિબંધ, માસ્ક ન પહેરવા પર 500 રૂ.નો દંડ
દેશની રક્ષા કાજે અગ્નિપથનું એલાન : નવા નિયમો સાથે સેનામાં ભરતીની જાહેરાત
મહેસાણા:મહેસાણામાં ચાઈનીઝ દોરીના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
Share This Article
Facebook Email Print
Previous Article લોન મોરેટોરિયમ મુદ્દે RBIએ હાથ ખંખેર્યા, સપ્ટેમ્બરથી લોનના હપ્તા ભરવા તૈયાર રહેજો…
Next Article ગુજરાતને ફાળવાયેલા 7 તાલીમી IPS અધિકારીઓ મુખ્યમંત્રીની મુલાકાતે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up