રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI-Reserve Bank of India)એ 2019-20 (જુલાઈ-જૂન)નો વાર્ષિક રિપોર્ટ જાહેર કરી દીધો છે.આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે COVID સંકટના કારણે આર્થિક પ્રવૃત્તિઓ પ્રભાવિત થઈ છે.તેના કારણે ઉત્પાદન અને સપ્લાય ચેઇન પ્રભાવિત થઈ છે.ધીમા ઇન્વેસ્ટમેન્ટના કારણે વધુ રિફોર્મની જરૂરિયાત છે. ધીમી આર્થિક ગતિવિધિઓના કારણે અર્થવ્યવસ્થા પ્રભાવિત થઈ છે.
RBIના 2019-20ના વાર્ષિક રિપોર્ટમાં રોકાણ વધારવા અને રિફોર્મ પર ફોકસ છે.આ રિપોર્ટમાં RBIએ કહ્યું છે કે બીજા ક્વાર્ટરમાં પણ આર્થિક ગતિવિધિ પર કોરોનાની અસર જોવા મળશે.કોરોનાથી ઉત્પાદન અને સપ્લાય ચેઇન ડિસ્ટર્બ થઈ છે.સરકારી અને ખાનગી વપરાશ વધવાથી રિકવરી આવશે.રિઝર્વ બેન્કે રોકાણ માટે રિફોર્મને જરૂરી ગણાવ્યું છે.RBIએ આ રિપોર્ટમાં 2040 સુધી ઇન્ફ્રા.માં સાડા ચાર ટ્રિલિયન ડોલર રોકાણની જરૂરિયાત જણાવી છે.
આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, 2019-20માં કુલ ગ્રોસ ઇન્કમ 1.50 લાખ કરોડ રૂપિયા રહી છે.આ અવધિની કુલ ગ્રોસ ઇન્કમ ગયા વર્ષની આ અવધિના 1.95 લાખ કરોડ રૂપિયાથી ઘટીને 1.50 લાખ કરોડ રૂપિયા રહી છે.30 જૂન સુધી RBIની પાસે કુલ જમા 11.76 લાખ કરોડ રૂપિયા હતા.
RBI 2019-20 ANNUAL REPORTમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે,આ અવધિમાં શહેરી વિસ્તારોની ખપતમાં ઘટાડો જોવા મળ્યો છે.શહેરોની તુલનામાં ગ્રામીણ માંગ સારી રહી છે.ખપત સુધારવા અને સ્થિતિ સામાન્ય થવામાં સમય લાગશે.પ્રવાસી શ્રમિક સંકટ અને રોજગાર ઘટાડવાથી ગ્રોથ પર અસર પડી છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પહેલાની જેમ ડિમાન્ડ પરત ફરતાં સમય લાગશે.


